જસદણ માર્કેટયાર્ડની પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી પહેલાં જ ગેરરીતિના આક્ષેપો - At This Time

જસદણ માર્કેટયાર્ડની પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી પહેલાં જ ગેરરીતિના આક્ષેપો


જસદણ માર્કેટયાર્ડની પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણી પહેલાં જ ગેરરીતિના આક્ષેપો

જસદણ માર્કેટયાર્ડના ચુંટણી આગામી તા. ૧ સપ્ટેમ્બર બુધવારના રોજ યોજાશે તે પહેલાં જ યાર્ડના સભ્યોએ યાર્ડની કાર પોતાનાં અંગત કામ માટે ઉપયોગ કરતાં હોવાનો આક્ષેપ થતાં ભારે ઝંઝાવાત સર્જાયો છે તાજેતરમાં જસદણ માર્કેટયાર્ડમાં સામાન્ય ચૂંટણી યોજાય હતી તે પૂર્વે પણ મતદારોને આકર્ષવા માટે તે સમયના પ્રમુખ અરવિંદભાઈ તાગડીયા યાર્ડની કારનો અંગત ઉપયોગ કરતાં હોવાનો આક્ષેપ થયો હતો પણ તેનાં બચાવમાં અરવિંદભાઈ એ સ્પષ્ટતા કરી હતી કે યાર્ડમાં ઉંદરોનો ખુબજ ત્રાસ હોવાથી કારના વાયરીંગને કોઈ નુકશાન ન પહોંચે તે માટે મે યાર્ડના કાર ચાલકના ઘેર કાર મુકાવી છે. ત્યારબાદ સામાન્ય ચુંટણી પૂર્ણ થઈ અને હવે પ્રમુખ ઉપ પ્રમુખની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે સભ્યોમાં ફરી ગણગણાટ શરૂ થયો છે કે પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણીમાં સભ્યોને મળવા માટે કેટલાંક દાવેદાર સભ્યો ફરી આ માર્કેટયાર્ડની કારનો ઉપયોગ કરી રહ્યા છે. તે અંગે સહકારી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી જવા પામેલ છે જસદણ યાર્ડની તેજૂરી છલોછલ ભરી હોવાથી પ્રમુખના દાવેદાર તરીકે રાફડો ફાટયો છે અગાઉ યાર્ડમાં ખેડુતોએ પણ આક્ષેપ કર્યો હતો કે આ અમારું કતલખાનું છે અને કારણ પણ દર્શાવ્યું હતું અત્યારે પણ ખેડૂતો જણાવી રહ્યા છે કે જસદણ યાર્ડમાં ગમે તેટલી ગેરરીતિ થાય નેતાઓના માનીતા સભ્યોને ક્યારેય કઈ થવાનું નથી કારણ કે કેટલાંક સભ્યો નેતાઓના શિરપાવમાં મસ્ત અને વ્યસ્ત છે જો કે ખેડૂતોમાં હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે જો કોઈ નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા જસદણ યાર્ડના સી સી ટીવી ફૂટેજ અને ચોપડામાં લખાયેલા કામની તપાસ કરવામાં આવે તો અનેક ગેરરીતિ બહાર આવે હાલ ફરીવાર યાર્ડની કારનો ફરીવાર ગેર ઉપયોગ કરાય છે ત્યારે જો કોઈ નિષ્ઠાવાન અધિકારીઓ દ્વારા તષ્ટથ તપાસ કરવામાં આવે તો દુધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય એવી ચર્ચાએ
ભારે જોર પકડ્યું છે.
રિપોર્ટ: હરિભાઈ વેલજીભાઈ હીરપરા જસદણ મો.9723499211


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.