તાલાલા તાલુકાનાં માલજિંજવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ - At This Time

તાલાલા તાલુકાનાં માલજિંજવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ


તાલાલા તાલુકાનાં માલજિંજવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ
-----------------
તાલાલા તાલુકાના માલજિંજવા ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી.

આ ગ્રામસભામાં સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ અંગે ઉપસ્થિત ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી.ગ્રામસભામાં ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો.

સામાજીક ઓડિટ ગ્રામસભામાં સરપંચશ્રીએ વધુમાં વધુ લોકો સરકારશ્રીની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લે તેવી ગ્રામજનોને અપીલ કરી હતી. ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું.

આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, સરપંચ શ્રી મહેશભાઈ પટાટ, તલાટી શ્રી કવલજીતભાઈ ઝાલા તેમજ ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
00 000 00 000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.