મહીસાગર કલેકટર કચેરી ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષની ઉપસ્થિતિમાં સમીક્ષા બેઠક યોજાઇ
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠબેન વી ગજ્જરની અધ્યક્ષ સ્થાને મહીસાગર જિલ્લા કલેકટર કચેરી વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ શ્રીમતી ધર્મિષ્ઠબેન વી ગજ્જરએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર લોકો સુધી પોહચી એક પણ બાળક શિક્ષણ, આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતથી વંચિત ન રહે અને બાળકનો સર્વાંગી વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. આજનો બાળક આપણા દેશનું ભવિષ્ય છે. માનવતાની દૃષ્ટિએ દરેક વિભાગ કામ કરશે તો દરેક કામમાં બેસ્ટ રિઝલ્ટ મળશે અને બાળકનો સર્વાંગી વિકાસ થશે.
આ બેઠકમાં આરોગ્ય વિભાગ, આઇ સી ડી એસ શાખા, પોલીસ વિભાગ, જિલ્લા શિક્ષણ વિભાગ, મધ્યાહન ભોજન યોજના, જિલ્લા સમાજ સુરક્ષા અને જિલ્લા બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા શ્રમ આયુક્ત અને જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કચેરી દ્વારા જિલ્લામાં બાળકોના વિકાસ માટે કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા, લુણાવાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.