જસદણ વિછીયા રોડ પર આવેલ ધરતી ઇન્ડસ્ટ્રીઝ ઝોન ખાતે બીજેપીનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
જસદણ વિછીયા રોડ પર આવેલ ધરતી ઇન્ડસ્ટ્રીઝ ઝોન ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં બીજેપી પાર્ટીનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડોક્ટર ભરતભાઈ બોઘરા અને જિલ્લાના પ્રભારી તાલુકા પ્રમુખ શહેર પ્રમુખ અને સંગઠનના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠનમાં એકતા જળવાઈ રહે નવા વર્ષમાં નવી શરૂઆત કરે અગાઉ થયેલ મન દુખ ભૂલી જઈ અને સંગઠનને મજબૂત કરો 2024 ની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીની તૈયારી માં સંગઠનને લાગી જવા માટે હાકલ કરી હતી તમામ નાના-મોટા સંગઠનના કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.