ધંધુકા ફેદરા નજીકની કેનાલને ભ્રસ્ટાચાર ભરખી ગયો. - At This Time

ધંધુકા ફેદરા નજીકની કેનાલને ભ્રસ્ટાચાર ભરખી ગયો.


ફેદરા નજીકની કેનાલને ભ્રસ્ટાચાર ભરખી ગયો.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકા ના સૌરાષ્ટ્ર શાખા નહેર ધંધુકા થી પીપળી અને લોલિયા ડિસટરી કેનાલો બનાવવા માં આવી ત્યારથી સરકારને સોસીયલ મિડીયા,ચેનલ, ન્યુઝ પેપરો આર.ટી.આઈ. દ્વારા વારંવાર રજુવાતો કરવા છતા ભ્રષ્ટાચારનાં ભોરીગે ખેડુતો ને પારાવાર નુકસાન કરવાનુ જ નક્કી કરેલુ છે. યોજના તો ખેડુતો માટે સારી છે કે અધીકારી ઓ માટે? તે એક પ્રશ્ન છે.આજે નહેરો બની માઈનોર તો એક અડચણ છેજ પણ હવે મેઈન કેનાલો પણ અભિષાપ રૂપ બની છે પાણી તો કેનાલ માં નથી આવ્યા પણ વરસાદ નાં પડ્યા પાણી થી કેનાલો તુટી જાય, ગાબડા પડે,ખેતરો ખેતરો ના પાક ધોવાણ થાય,નાનો ખેડુત વળતરની ભીખ માગતો થાય એના માટે જ તો ફેદરા થી પીપળી –ફેદરા થી લોલીયા કેનાલ વારંવારની બધી પ્રકાર ની રજુઆત છતા નકકર કોઈ પગલા લેવામાં આવ્યા નથી. હવે તો સીધી આર.ટી.આઈ. પી.એમ.ઓ. કરવા ની તૈયારી કરી લિધી છે નવા સંસદ ભવન માં પ્રવેશ સાથે ગુજરાત રાજ્ય નો પ્રથમ પ્રશ્ન આર.ટી.આઈ. પી.એમ.ઓ માં પહોચવા નો છે.

રીપોર્ટર સી કે બારડ


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.