30 કીલો શંકાસ્પદ શુદ્ધ ઘી અને 134 લિટર સન ફલાવર ઓઈલનો જથ્થો સિઝ કરાયો - At This Time

30 કીલો શંકાસ્પદ શુદ્ધ ઘી અને 134 લિટર સન ફલાવર ઓઈલનો જથ્થો સિઝ કરાયો


રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ ગઈકાલે પ-રણછોડ નગર કોર્નરમાં હાથ ઘરેલા એક સરપ્રાઈઝ ચેકીંગ દરમ્યાન 30 કીલો શંકાસ્પદ શુદ્ધ ઘી અને 134 લિટર સનફલાવર ઓઈલનો જથ્થો સિઝ કરી અને ઘી તથા ઓઈલનાં સેમ્પલો લઈ લેબોરેટરી પૃથ્થકરણ માટે મોકલી આપેલ છે.આ અંગેની પ્રાપ્ત થતી વધુ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તા.08/02/2024 ના રોજ રાત્રેના 10:30 કલાકે આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીની સૂચના અન્વયે ફૂડ વિભાગની ટીમ સાથે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા, ફૂડ સેફ્ટી ઓફિસર કે.એમ.રાઠોડ, ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી.વાઘેલા તથા ફૂડ સેફ્ટી ઓફિસર આર.આર.પરમાર દ્વારા રણછોડનગર -5 કોર્નર, વેકરીયા રોડ, રાજકોટ મુકામે આવેલ અનંતભાઈ મૂળજીભાઈ લૂણાગરિયાના રહેણાક મહેશ કુંજની સ્થળ તપાસ કરવામાં આવેલ.
ચકાસણી દરમિયાન સ્થળ પર શુધ્ધ ઘી (લુઝ)નો જથ્થો સંગ્રહ કરેલ જોવા મળેલ તેમજ જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલના પેકડ ટીન ઉત્પાદન સ્થળ પર જોવા મળેલ. સદરહુ સ્થળ પર ફૂડ બિઝનેશ ઓપરેટર અનંતભાઈ મૂળજીભાઈ લૂણાગરિયાએ શુધ્ધ ઘી(લુઝ)નું ઉત્પાદન કરી વેચાણ કરતાં હોવાનું સ્વીકારેલ. સદરહુ સ્થળ પર સંગ્રહ કરેલ શુધ્ધ ઘી(લુઝ) નો જથ્થો શંકાસ્પદ જણાતા તેમજ સ્થળ પર રહેલ રિફાઈન્ડ સનફલાવર ઓઇલનો ઉપયોગ શુધ્ધ ઘીની બનાવટમાં એડલ્ટ્રન્ટ (ભેળસેળ કરવામાં માટે) તરીકે થયો હોવાની શંકાના આધારે સ્થળ પરથી (1)શુધ્ધ ઘી(લુઝ) નો નમૂનો તેમજ (2)જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલ (એડલ્ટ્રન્ટ તરીકે) નો નમૂનો લેવામાં આવેલ. તેમજ સ્થળ પર બાકી રહેલ શુધ્ધ ઘી(લુઝ) નો અંદાજીત 30 કિ.ગ્રા. જથ્થો (રૂ.6,600/- ની કિંમતનો) તથા જય રાધે બ્રાન્ડ રિફાઈન્ડ સનફલાવર ઓઇલનો અંદાજીત 134 લિટર (રૂ.16,910/- ની કિંમતનો) નો જથ્થો સ્થળ પર સીઝ કરવામાં આવેલ. તેમજ ફૂડ બિઝનેશ ઓપરેટરને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન તથા ફૂડ લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ હતી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.