આ ગાંધીધામ છે કે ખાડા કચરાઓનું ધામ કચ્છ માં જુવો આ રસ્તાઓ જોઈને પ્રજાજનો કહે છે કે “ગાંધીધામ કે ખાડા ધામ” !
કચ્છના ગાંધીધામમા નવી સુંદરપુરી વિસ્તારમાં શ્રી ધણીમાતંગ સર્કલ (રામબાગરોડ) આશરે દોઢ વર્ષ પહેલાં 85 લાખ રૂપિયા ખર્ચે બનાવવામાં આવેલ હતો તેનુ ઉદ્ઘાટન ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્યના હસ્તે કરવામાં આવેલ હતું ત્યારે ત્યાંના લોકો દ્વારા જણાવ્યું હતું કે આ રોડમા ખરેખર ખૂબ ભ્રષ્ટાચાર થાયો છે માટે કોન્ટ્રાક્ટરો તથા જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રજાજનોની માંગ છે પણ પ્રજાજનોનું એવું કહેવું છે કે આ રોડમાં ટૂંક સમય થયા જ બન્યો છે ને આ રોડ ઉપર મસ મોટા ખાડાઓ થઈ ગયા છે અને રોડ તૂટી ગયેલ છે આ રોડની હાલત ખુબજ દયનીય છે આ બેદરકારીમા આ વિસ્તારના કાઉન્સિલરો અને એન્જીનીયરોની મિલી ભગત સામે આવી રહી છે આ રોડમાં એટલી હદે ભ્રષ્ટાચાર થયો છે કે હજુ હમણાં જ રોડ બનીને તૈયાર થયો છે પણ ફક્ત વરસાદ ના પાણી થી ધોવાઈને ખાડા થઈ ગયા છે હવે લોક મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે લોકોના જ ટેક્સના રૂપિયા પાણીની જેમ વેડફાય છે પ્રજા જ ટેક્સ ભરે ને પ્રજા જ પરેશાન થઈ રહી છે એમાં મોટા અધિકારોની મીલી ભગત કે ટકાવારી જેવી કંઈક દેખાઈ રહ્યું છે આમા આમ જનતા ભોગ બની રહી છે ત્યા પડેલા ખાડાઓ માં કોઈનો અક્ષમાત થાય પછી કોઇનો ભોગ લેવાત શુ ત્યારે એક્શન લેશે ? શું આ છે સરકારનો વિકાસ કે બસ ટકાવારી ઉપર નિર્ભર છે માટે ખરેખર આ સરકાર ને પ્રજાના કામોમાં ઘ્યાન આપવું જોઈએ એવું ગાંધીધામ શહેર મહામંત્રી નવીન કે અબચુગ દ્વારા પોતાની યાદીમાં જણાવ્યું હતું
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.