અમીધન પાર્કમાં 33 વર્ષીય ધવલ ટાંકનો ફાંસો ખાઇ આપઘાત
ગોંડલ રોડ પર અમીધન પાર્કમાં રહેતા યુવાને અગમ્ય કારણોસર રાત્રીના ઘરે ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. યુવાનની પત્ની હાલ ભાવનગર માવતર ગઈ હોય અને ત્યાંથી પરિવારજનો સાથે હરિદ્વાર ગઈ હતી. યુવાન ઘરે એકલો હતો દરમિયાન તેણે આ પગલું ભરી લીધું હતું. યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોય યુવાનના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, ગોંડલ રોડ પર પુનિતનગર પાસે અમીધન પાર્ક શેરી નંબર એક બ્લોક નંબર 40 માં રહેતા ધવલ જયંતીભાઈ ટાંક(ઉ.વ 33) નામના યુવાને ગઈકાલ રાત્રિના ઘરે એકલો હતો ત્યારે ચૂંટણી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ કરવામાં આવતા 108 ના ઇએમટીએ આવી જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેથી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મયુરભાઈએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
વધુમાં મળેલ વિગતો મુજબ, યુવાન બે ભાઈ બે બહેનના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં એક પુત્રી છે. યુવાન પીજીવીસીએલમાં નોકરી કરતો હતો. યુવાનની પત્ની અને બાળકી ભાવનગર માવતર ગયા હતા અને ત્યાંથી તેઓ પરિવાર સાથે હરિદ્વાર ગયા છે. દરમિયાન યુવાને અહીં એકલતામાં આ પગલું ભરી લીધું હતું. યુવાને ક્યાં કારણોસર ગળાફાંસો ખાઈ લીધો તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસ દ્વારા યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.ણ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.