પ્રાકૃતિક કૃષિ એટલે આપણાં દેશના ઉન્નત ભવિષ્યનો માર્ગ : મદદનીશ ખેતી નિયામકશ્રી કે.બી. રમણા
બોટાદના રાજપરા ગામે બાગાયત પાકોમાં પ્રાકૃતિક ઢબે ખેતી કરી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા અંગે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા શિબિર સંપન્ન
(અહેવાલ કનુભાઈ ખાચર)
બાગાયત પાકોમાં પ્રાકૃતિક ઢબે ખેતી કરી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવવા અંગે બોટાદ તાલુકાના રાજપરા ગામ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ શિબિરમાં મદદનીશ ખેતી નિયામકશ્રી કે.બી.રમણાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “પેસ્ટીસાઈડ અને ખાતરનો થતા બેફામ ઉપયોગ જેના લીધે વર્ષ 2035માં વર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કેન્સર વેવની આગાહી આપી છે, તેનાથી ખેડૂત મિત્રોને સાવચેત રહે અને બને તેટલી ઝડપથી પ્રાકૃતિક ખેતી તરફ વળી આપણાં દેશને આર્થિક ઉન્નત બનાવી વધુમાં વધુ પ્રાકૃતિક પેદાશોનું ઉત્પાદન થાય તે દિશામાં આગળ વધી ખેડૂતોને તેમની આવકમાં વધારો કરે.”
શિબિરમાં નિવૃત બાગાયત નિયામક શ્રી સી.એમ.પટેલે પણ વર્ચુઅલી ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધિત કરી તેમને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ બોટાદ જિલ્લા બાગાયત અધિકારીશ્રી સી.એમ.પટેલ તેમજ શ્રી પરેશ એલિયા દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોને માર્ગદર્શિત કરાયા હતા. સાથોસાથ શિબિરમાં ખેડૂતોને સરકારશ્રીની યોજનાઓની અને ખેતીવાડીની યોજનાઓની પણ માહિતી આપવામાં આવી હતી. આ શિબિરમાં ખેડૂતમિત્રોએ ઉપસ્થિત રહી બાગાયતી પાકોની પ્રાકૃતિક ઢબે ખેતી વિશે માર્ગદર્શન મેળવ્યું હતુ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.