નેસ્કા (નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન) દ્વારા ફાઈનાન્સ મેનેજમેન્ટ અંગે સેમીનાર યોજાયો - At This Time

નેસ્કા (નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન) દ્વારા ફાઈનાન્સ મેનેજમેન્ટ અંગે સેમીનાર યોજાયો


નેસ્કા (નોર્થ ઇસ્ટ સુરત મેડીકલ કન્સલ્ટન્ટ એસોસિએશન) દ્વારા ફાઈનાન્સ મેનેજમેન્ટ અંગે સેમીનાર યોજાયો

સુરત શહેર માં ઉતર અને પૂર્વ વિસ્તાર માં ખાનગી પ્રેક્ટીસ કરતા કન્સલ્ટન્ટ ડોક્ટરો નું એસોસિએશન નેસ્કા દ્વારા બુધવાર રોજ ના રોજ ફાઈનાન્સિયલ મેનેજમેન્ટ અંગે એક સેમીનાર નું આયોજન કરવામાં આવેલ આ અંગે વધુ માહિતી આપતા નેસ્કા ના પ્રમુખ ડો. રેણુબેન ગોસાઈ એ જણાવ્યું કે તબીબી વ્યવસાય એવો વ્યવસાય છે કે જેમાં ડોકટરે પોતે કામ કરે ત્યાં સુધી જ એમની આવક ચાલુ રહેતી હોય છે, ડોક્ટર ને પોતે આકસ્મિક સંજોગો ને કારણે પ્રેક્ટીસ કરવા સક્ષમ ના રહે ત્યારે જો તેમને અગાઉ થી આવક નો અન્ય સોર્સ ઉભો કરેલ ના હોઈ તો તેમની આવક બંધ થઇ જતી હોઈ છે. આ માટે પોતાની નાણાકીય બચત માંથી અન્ય આવક કઈ રીતે ઉભી કરી શકાય તે માટે વર્તમાન સમય માં શેર માર્કેટ, મ્યુચુઅલ ફંડ તેમજ રીયલ એસ્ટેટ માં શું પરિસ્થિતિ છે તેમજ આ માર્કેટ માં ક્યારે અને ક્યાં સંજોગો માં રોકાણ કરવું જોઈએ એ અંગે આજે સેમીનાર નું આયોજન કરવામાં આવેલ જેમાં વક્તા તરીકે ઓપ્ટીમમ વેલ્થ ના સ્થાપક શ્રી કલ્પેશ મેહતા, એન.જે.ઇન્ડિયા ના ઇન્સ્યુરન્સ હેડ શ્રી હુસૈની કાચવાલા તેમજ માય એસ્ટેટ પોઈન્ટ અને પ્રોપર્ટી બઝ ના સ્થાપક શ્રી નીલેશ ગજેરા એ પોત પોતના વિષય પર વિસ્તૃત જાણકારી આપેલ. કાર્યકમ નું સંચાલન ડો.હિતેશ લુખી અને ડો.ભાવેશ પરમાર દ્વારા કરવામાં આવેલ અને પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર તરીકે ડો. જગદીશ વઘાસીયા એ જવાબદારી નિભાવેલ. કાર્યકમ ના અંતે પ્રશ્નોતરી દરમિયાન ડોક્ટર મિત્રો દ્વારા અનેક પ્રશ્નો પૂછવામાં આવેલ અને નિષ્ણાતો દ્વારા તેમના સંતોષકારક જવાબ આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ નું આયોજન મંત્રી શ્રી ડો.રવીન્દ્ર કોરાટ તથા ઉપપ્રમુખ ડો. ગોરધન કાસોદરિયા ના માર્ગદર્શન હેઠળ નેસ્કાટીમ દ્વારા કરવામાં આવેલ. મંત્રી શ્રી રવીન્દ્ર કોરાટે ઉપસ્થિત તમામ વક્તા તેમજ ડોક્ટર મિત્રો નો આભાર વ્યક્ત કરેલ સાથે સાથે દરેક ઝોન માં એક રેપીડ એકસન ટીમ બનાવવા માટે ના આયોજન અંગે માહિતગાર કરેલ. સેમીનાર માં સુરત ના જાણીતા ડો. પ્રફુલભાઈ છાસટીયા, ડો.પ્રફુલ ભટ્ટ, ડો.પારુલ વડગામા, ડો.અશ્વિન વાઘાણી, ડો. અશ્વિન ભોજણી, ડો. દિનેશ ગોસાઈ સહીત સો કરતા વધારે ડોક્ટર ઉપસ્થિત રહ્યા હતા.

૦૪.૦૭.૨૦૨૪


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.