જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ટી.બી.ના 30 દર્દીઓને પોષણ કીટ વિતરણ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા તેમજ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર અને મૈત્રીવાત્સલ્ય ધામ અમદાવાદના સહયોગથી બોટાદના 30 ટી.બી.ના દર્દીઓ માટે કીટ વિતરણ કરી ટી.બી. રોગ સામે પોષણ આપવાના પ્રયાસ તરફ એક કદમ આગળ ભરવામાં આવ્યું. સમગ્ર ભારતમાંથી ટી.બી. રોગ નાબૂદ થાય એ માટે આરોગ્ય વિભાગ કાર્યરત છે ત્યારે બોટાદ માંથી પણ ટી.બી.ના દર્દીઓ શોધીને તેઓને (1 કિલો ચણા,1કિલો ગોળ,500 ગ્રામ તેલ તેમજ પ્રોટીન પાવડરનો એક ડબ્બો અંદાજિત કિંમત 500₹) એક કીટ બનાવી વિતરણ કરવામાં આવેલ. સમગ્ર બોટાદમાંથી આવા 30 દર્દીઓને આરોગ્ય વિભાગના ટીબી નાબૂદી કર્મચારીઓના સાથ અને સહકારથી યાદી તૈયાર કરવામાં આવેલ. ટી.બી.ના દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમમાં જાયન્ટસ ગ્રુપ બોટાદના સેક્રેટરી દીપકભાઈ માથુકિયા, યુનિટ ડાયરેકટર સી. એલ.ભિકડિયા, મુકેશભાઈ જોટાણીયા, ડો.પરેશભાઈ દરજી, ચેતનભાઇ જોશી, રાજુભાઈ ડેરૈયા, જયદીપભાઇ પરમાર, પ્રકાશભાઈ ભીમાણી તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.