વેરાવળ તાલુકાની ૧૧૨ શાળાના ૭૪૦ શિક્ષકો અને ૧૫,૨૪૨ વિદ્યાર્થીઓએ ભારત વિકાસ સપ્તાહની પ્રતિજ્ઞા લીધી
વેરાવળ તાલુકાની ૧૧૨ શાળાના ૭૪૦ શિક્ષકો અને ૧૫,૨૪૨ વિદ્યાર્થીઓએ ભારત વિકાસ સપ્તાહની પ્રતિજ્ઞા લીધી
-----------
‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો
-----------
ગીર સોમનાથ તા.૧૦: ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો છે. ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી આજસુધીના વણથંભ્યા વિકાસના આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ઓકટોબર-૨૦૨૪ની તા.૦૭ થી તા.૧૫ દરમિયાન 'વિકાસ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાની ૧૧૨ શાળાના ૭૪૦ શિક્ષકો અને ૧૫,૨૪૨ વિદ્યાર્થીઓએ ભારત વિકાસ સપ્તાહની પ્રતિજ્ઞા લીધી હતી.
વડાપ્રધાનશ્રીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો થકી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.
જેમાં વેરાવળ તાલુકા હેઠળની ચાંડુવાવ પે.સે.શાળા, ઇશ્વરિયા પ્રા.શાળા, બગવડ સીમ શાળા, બાદલપરા પ્રા.શાળા, બોળાસ પ્રા.શાળા, છાત્રોડા પ્રા.શાળા, કાજલી પ્રા.શાળા સહિતની વિવિધ ૧૧૨ શાળાના ૭૪૦ શિક્ષકો, ૧૫,૨૪૨ વિદ્યાર્થીઓ અને ૧૨૪૫ વાલીઓ, આગેવાનોએ ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લઈને વિકસિત ભારત બનાવવામાં પોતાનું યોગદાન આપવા નિશ્ચય કર્યો હતો.
૦૦૦ ૦૦૦ ૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.