સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિસ્તાર માં ખનીજ માફિયા બન્યા બે ફામ
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા, ચોટીલા, મુળી, થાન, જેવા અનેક વિસ્તાર માં કોલસાની ખાણો આવેલી છે. જેમાં ઘણી બધી ખાણો ગેરકાયદેસર ચાલે છે. જેમાં અનેક પ્રકારની દુર્ઘટના ઘટે છે.જયારે થાનગઢ ની બાજુ માં આવેલુ ખાખરાળી ગામ ની સીમમાં ખનીજ ખોદકામ સમયે દુર્ઘટના બની.. જેમાં સાયલા તાલુકા ના ધારા ડુંગળી ગામના અજુભાઈ કેશાભાઈ બોહકિયા નામના યુવાનનું મૃત્યુ થયું એ જ ગામના કાળુભાઈ સત્રોટીયા જેવો ને સામાન્ય ઇજા થઈ તેમજ અન્ય વણકી ગામના યુવાનો ને પણ ઇજાઓ પહોંચી હતી.કોલસા ની ખાણોમાં કામ કરતા અનેક મજૂરો દટાયા અને એક અઠવાડિયા માં ૪ શ્રમિકોના મોત નિપજ્યા છે. પરંતુ હજુ સુધી તંત્ર અને અધિકારીઓ મૌન છે.. સમગ્ર ઘટના માં ભીનું સંકેલવાનો પ્રયાસ થઇ રહ્યા છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા (સાયલા)
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.