પંચમહાલ- શહેરાનગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વીજચોરી કરનારાઓ સામે લાંલ, લાખોની વીજચોરી ઝડપાઈ
શહેરા, પંચમહાલ
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વીજચોરીની ભારે બુમોને પગલે મધ્ય ગુજરાત વીજ કંપની લિ ની ટીમો દ્વારા પોલીસટીમને સાથે રાખીને વીજચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ. જેના પગલે વીજચોરી કરનારાઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો,વીજ કંપનીની ટીમો દ્વારા વહેલી સવારે રેડ પાડીને મીટર ચેંકીંગ, સહિતની કામગીરી કરવામા આવી હતી. જેમા વીજચોરી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. શહેરા નગર સહિત શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા એમજીવીસીએલની 15 જેટલી ટીમો દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા મધ્ય ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી -1 અને કચેરીના 2મા આવતા વિસ્તારોમા વહેલી સવારે પોલીસ સુરક્ષા સાથે રહેણાંક ઘરોમા તપાસ હાથ ધરવામા આવી હતી. જેમા શહેરાનગર સહિત નરસાણા, અણિયાદ, લીબોદ્રા, ધારાપુર, બોડીદ્રા,ખરેડીયા,મીઠાપુર, પાલીખંડા,વાટાવછોડા, લાભી ભદ્વાલા, સંભાલી, જેથરીબોર, શેખપુર, ગમન બારિયાના મુવાડા,જાલમ બારીયાના મુવાડા. ભોટવા,ગઢ, સગરાળા, છોગાળા,ભુણીદ્રા સહિતના ગામોમાં એમજીવીસીએલની 15 ટીમો દ્વારા ઓચીંતી તપાસ કરવામા આવી હતી. તપાસમા વીજચોરી થતી હોવાની ગેરરીતી પણ બહાર આવી હતી. જેમા શહેરા -1મા 462 જેટલા મીટરો ચેક કરવા આવ્યા હતા તેમા 37 જેટલા મીટરોમાં તેમજ શહેરા-2માં 532 વીજમીટરો ચેક કરવામા આવ્યા હતા જેમા 39 મીટરોમા વીજચોરી થઈ હોવાની વિગતો બહાર આવી હતી. વીજવિભાગની ટીમ દ્વારા તપાસના પગલે વીજચોરી કરનારાઓમા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.