પોષણથી ભરપૂર અનાજ,મિલેટ્સ,શાકભાજી તથા ફળથી રંગોળી સજાવાઇ
પોષણથી ભરપૂર અનાજ,મિલેટ્સ,શાકભાજી તથા ફળથી રંગોળી સજાવાઇ
બોટાદ જિલ્લાનાં બરવાળા ખાતે રંગોળીની સંગાથે પોષણનાં મહત્વને સમજાવતો કાર્યક્રમ યોજાયો હતો. બરવાળા આઈ.સી.ડી.એસ. ઘટકના આંગણવાડી વર્કરબહેનોએ પોષણ રંગોળી દોરી સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણ અને ટેક હોમ રેશન વિશે માર્ગદર્શન આપ્યું હતુ. આ રંગોળી રંગોને સ્થાને પોષણથી ભરપૂર અનાજ, મિલેટ્સ, શાકભાજી, ફળ તથા માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને બાળશક્તિનાં પેકેટથી સજાવવામાં આવી હતી. આ જાગૃતિલક્ષી કાર્યક્રમમાં બાળકોથી લઇને માતાઓ સુધી તમામ લોકોને પૌષ્ટિક આહારનાં મહત્વ બાબતે સમજણ આપવામાં આવી હતી. બાળકોને શાકભાજી તેમજ ફળમાં રહેલા પોષકતત્વો અને તેનાં મહત્વ વિશે સમજાવવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.