કલાનગરી પોરબંદરમાં કલાને લગતા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજનો થતાં રહે છે.
પોરબંદર આગામી મુંબઈ સ્થિત કલારંભ નામની સંસ્થાના આશરે ૪૫ જેટલા દિગ્ગજ ચિત્રકારો તથા કલાના અભ્યાસુઓ નો એક રેસિડેન્ટલ આર્ટ વર્કશોપ તા.૦૧ થી ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમ્યાન થવા જઈ રહ્યો છે, જેમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામનાર ચિત્રકારો વિશેષ ઉપસ્થિત રહેશે સાથે સાથે રશિયન આર્ટિસ્ટ મસ્કીન મુક્સીમ તથા કુલેમીના ઇરિના પોરબંદરને પોતાની અદભુત ચિત્રકલામાં કંડારશે,જેમાં શ્રીહરી મંદિર, અસ્માવતી ઘાટ, બંદર એરિયા,માણેકચોક, કિર્તી મંદિર,સુદામા મંદિર અને શહેરની ગલીઓમાં લાઈવ પેઇન્ટીંગ કરશે
જેમાં સર્વશ્રી આંતરરાષ્ટ્રીય ચિત્રકાર બિજય બિસ્વાલ ,મેન્ટર આચિત્ય હજારે, નિશિકાન્ત પલાંડે, ગેસ્ટ આર્ટિસ્ટ મધુ કુમાર, મનોજ સાકલે,સિકંદર સિંહ,વિક્રમ સોહિલ, અમુલ પવાર,અમિત ધાણે,મધુસુદન દાસ,કુલવિંદરસિંગ તથા અલકાબેન વોરા જેવા દિગ્ગજ ચિત્રકારો પોરબંદરને પોતાની રંગ પીંછીની કલાથી કાગળ તથા કેનવાસ પર કંડારશે.
તા.૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ સાંજે “કલા પરિસંવાદ”નું પણ આયોજન મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે રહેશે તેમ બલરાજ પાડલીયા
પ્રેસીડેન્ટ ઈનોવેટિવ ધ ગ્રૂપ ઓફ આર્ટિસ્ટ, પોરબંદર ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
