લીલીયા તાલુકા ભરમાં E.K.Y.C અપડેટ માટે નાઈટ કેમ્પનું આયોજન - At This Time

લીલીયા તાલુકા ભરમાં E.K.Y.C અપડેટ માટે નાઈટ કેમ્પનું આયોજન


સરકાર શ્રી દ્વારા E K.Y.C અપડેટ નો કાર્યક્રમ ચાલુ હોય તો લીલીયા તાલુકાના તમામ ગામોમાં સોમવારથી શનિવાર તારીખ 11/11/2024 થી તારીખ 17/11/2024 એમ કુલ સાત દિવસ ખાસ ઝુંબેશના ભાગરૂપે દરેક ગામે તલાટી કમ મંત્રી શ્રી તેમજ V.C.E મારફત E.K.Y.C ની અપડેટ ની કામગીરી માટે નાઈટ કેમ્પ યોજવામાં આવશે જેનો સમય રાત્રે 8:00 થી 10 કલાકનો નક્કી કરવામાં આવેલ છે દરેક રેશનકાર્ડ ધારકોને નમ્ર નિવેદન છે કે પોતાના ગામના તલાટી કમ મંત્રી તથા V.C.E નો સંપર્ક કરી પોતાના રેશનકાર્ડમાં જેટલા સભ્યો હોય તેમના E.K.Y.C અપડેટ કરી લે તેવું લીલીયા મામલતદાર કે.બી.સાંગાણી તેમજ તાલુકા વિકાસ અધિકારી કિશોરભાઈ આચાર્ય દ્વારા આહવાન કરવામાં આવેલ છે આ બાબતે સામાજિક આગેવાનો તેમજ સરપંચ શ્રી ઓ લોકોમાં જાગૃતતા લાવી વધારેમાં વધારે કેમ્પોનો લાભ અરજદારોને લેવરાવે તેવી પણ આ તકે અપીલ કરવામાં આવેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image