જસદણ શહેરમાં મારામારીના ગુનામાં સજા ફટકારથી જસદણ કોર્ટ
જસદણ શહેરના મારામારીના ગુનામાં સજા ફટકારતી જસદણ કોર્ટ, આ કેસની હકીકત જોતા તારીખ - ૧૭/૦૨/૨૦૧૯ ના રોજ સાંજના ૩:૪૫ વાગ્યાની આસપાસ જસદણ શહેરના ખાટકી ચોક ખાતે મારામારી થયેલ, ફરિયાદી જુબેરભાઈ હુસેનભાઇ કાલવાએ પોતાની ફરિયાદમાં જણાવેલ કે આરોપી નંબર -૧- અલ્તાફભાઈ એસ. કટારીયાએ પોતાને ફોનમાં ગાળો આપેલ અને સાહેદ જુનેદ હુસેનભાઇ કાલવાને ડાબા હાથના પોચાના ભાગે તથા મોઢા પર ડાબા કાનની નીચે જડબાના ભાગે લાકડીના ઘા મારી મુંઢ ઇજા કરી તથા ફરિયાદી જુબેરભાઈ હુસેનભાઇ કાલવા તથા સાહેદ જુનેદ હુસેનભાઈ કાલવાને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા આરોપી નંબર - ૨ - સાજીદભાઈ એસ. કટારીયા તથા આરોપી નંબર - ૩ - સાબીરભાઈ આઈ. કટારીયાએ ફરિયાદી જુબેરભાઈ હુસેનભાઇ કાલવા તથા સાહેદ જુનેદ હુસેનભાઇ કાલવાને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ રાજકોટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરેલ અને તપાસ દરમિયાન તમામ આરોપીઓ પકડાઈ ગયેલ અને તમામ આરોપીઓ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૨૩,૫૦૪,૫૦૬ (૨) ૧૧૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબનો ગુનો કરેલ. આ કેસ જસદણના મહેરબાન અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કરની કોર્ટમાં કેસ ચાલેલ, આમ બચાવ પક્ષે પણ જોરદાર અને ધારદાર દલીલો કરવામાં આવેલ અને ફરિયાદ પક્ષે એ.પી.પી. શ્રીમતી કે.એમ.ચૌધરી મેડમ દ્વારા પણ જોરદાર અને ધારદાર દલીલો કરેલ અને કાયદાની કલમ અનુસાર સત્ય હકીકત નામદાર કોર્ટ સમક્ષ મુકેલ, આમ ભારતીય દંડ સંહીતાની કલમ ૩૨૩ ગુનામાં તમામ આરોપીને તસ્કરીવાન ઠરાવવામાં આવેલ અને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૨૪૮ (૨) અન્વયે છ માસની સાદી કેદ તેમજ કલમ ૫૦૪ ના ગુનામાં ત્રણ માસની સાદી કેદ અને કલમ ૫૦૬ (૨) ના ગુનામાં ત્રણ માસની સાદી કેદ અને જી.પી.એક્ટની કલમ ૧૩૫ મુજબના ગુનામાં દસ દિવસની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ, આમ ઉપરોક્ત સજા તમામ આરોપીઓને એકી સાથે ભોગવવાનો હુકમ કરવામાં આવેલ અને પ્રત્યેક આરોપીને કુલ મળી ૧૦,૦૦૦/- નો દંડ ભોગવવાનો પણ હુકમ જસદણના મહેરબાન અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ વી. એ. ઠક્કર દ્રારા કરવામાં આવેલ.
રીપોર્ટ હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.