જસદણ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ છાયાણીનું વિજય સરઘસ નીકળ્યું - At This Time

જસદણ નગરપાલિકાના અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ છાયાણીનું વિજય સરઘસ નીકળ્યું


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં ભાજપએ ફરી સત્તા હાંસલ કરી હતી. 22 બેઠકો તેમણે જીતી હતી જયારે કોંગ્રેસ 5 અને અપક્ષના એક માત્ર ઉમેદવાર પટેલ સુરેશભાઈ નથુભાઈ છાયાણીએ જબરજસ્ત પ્રજાનું સમર્થન મેળવી જીત મેળવતાં તેમનાં મતદારો મિત્રોએ ફૂલડે વધાવી વિજય સરઘસ પોતાના વિસ્તારમાં કાઢ્યું હતું. સુરેશભાઈ વૉર્ડ નંબરમાં લાંબા સમયથી સામાજિક સેવાકિય કામોમાં મોખરે રહ્યાં છે. ત્યારે પ્રથમ વખત જ જસદણ નગરપાલિકામાં સભ્ય તરીકે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી તેમને આજે 1888 મતદારોએ મત આપતાં તેઓ વિજયી બનતાં ત્યારે તેમના ટેકેદારો સમર્થકો મિત્રોએ સુરેશભાઈને ખંભે બેસાડી વિજય સરઘસ કાઢ્યું હતું. આ તકે સુરેશભાઈ એ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ મુકી મને વિજય અપાવનાર દરેક મતદારો અને ચૂંટણી સમયે મને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર દરેક નામી અનામી મિત્રો શુભેચ્છકોનો દિલથી દિલના ઊંડાણથી આભાર વ્યક્ત કરું છું. મારી હવે જવાબદારી વધી છે આમ છતાં લોકોના કામમાં મદદરૂપ બનીશ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image