પરીવારે પરાણેથી સગાઈ કરાવતાં ડીલીવરી બોય ચના પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું - At This Time

પરીવારે પરાણેથી સગાઈ કરાવતાં ડીલીવરી બોય ચના પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું


ડીલીવરી બોય ચના પરમારે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.જનકલ્યાણ સોસાયટીના પૂલીયાના એન્ગલ સાથે દોરડું બાંધી ડીલીવરી બોય ચના પરમાર નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં એ. ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી.
બનાવની વિગત અનુસાર ચનો ઉર્ફે ગોપાલ મહેશભાઈ પરમાર (ઉ.વ.20 રહે. હનુમાન મઢી પાસેના શિવપરા શેરી નં. 1) નામના યુવકે જનકલ્યાણ સોસાયટીના પૂલીયાના એન્ગલ સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. મૃતક સ્વીગીમાં ડીલીવરી બોયની નોકરી કરે છે.
તેઓ દરરોજ રાત્રે દોઢ-બે વાગ્યે નોકરી પરથી ઘરે આવી જતો હતો. પરંતુ ગઈકાલે રાત્રે નહીં આવતાં પરિવારજનો ચિંતામાં મૂકાઈ ગયા હતા. તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો. જેને કારણે પરિવારજનોએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુમ થયાની જાણ કરી હતી.
આ ઘટનાક્રમ વચ્ચે આજે સવારે જનકલ્યાણ સોસાયટી શેરી નં. 3 નજીક આવેલ પૂલીયાના એંગલ સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. એક રાહદારીએ આ મૃતદેહ જોતાં પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, ચનાની ત્રણ દિવસ પછી સગાઇ હતી. પરંતુ તેને હાલ સગાઈ કરવી ન હતી. આ વાત તેણે પરિવારજનોને પણ જણાવી હતી.આ સ્થિતિ વચ્ચે તેણે પગલું ભરી લીધું હતું. જો કે ખરેખર તેણે ક્યા કારણથી જિંદગી ટૂંકાવી તે વિશે પરિવારજનો અજાણ હોવાનું કહે છે. મૃતક બે બહેનોમાં એકનો એક ભાઈ હતો. બનાવથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ હતી. આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.