માત્ર ભાષણમાં જ ભાવુક થવાનું?
માત્ર ભાષણમાં જ ભાવુક થવાનું?
નીતીશ કુમાર અને નાયડુ માટે કાયમી બંધ કરવા દરવાજા એકાએક સતા ના સ્વાર્થ ખોલવા પડ્યા આ છે ભાજપ નું ચારિત્ર્ય ચહેરો ને શિસ્ત ?
વડાપ્રધાને એક વખત કહ્યું હતું કે ‘Hypocrisy કી ભી સીમા હોતી હૈ !’ આ હિપોક્રસી એટલે દંભ/ પાખંડ/ દેખાડો/ કપટ/ બનાવટ/ આડંબર/ છળ/ ઢોંગ ! જે વ્યક્તિ પાસે સારા ગુણો/ ચરિત્ર/ નૈતિકતા/ સિદ્ધાંતો ન હોય પણ પોતે એ ગુણો ધરાવે છે એવો દેખાડો કરે તેને હિપોક્રસી કહેવાય.
લોકસભા ચૂંટણીના પરિણામના દિવસે 4 જૂન 2024ના રોજ વડાપ્રધાને BJP હેડ ક્વાર્ટર ખાતે કહ્યું કે “આજ કા યહ પલ નિજી તૌર પર મેરે લિયે ભી ભાવુક કરને વાલા પલ હૈ. મેરી માં કે જાને કે બાદ યહ મેરા પહલા ચુનાવ થા, લેકિન સચ માનિયે દેશ કી કોટી કોટી માતાઓ, બહનોં ઔર બેટિયોં ને માં કી કમી મુઝે ખલને નહીં દી. મૈં જહાં જહાં ભી ગયા. મુઝે આશીર્વાદ મિલા. દેશ કી કોટી કોટી માતાઓં-બહનોં ને મુઝે નઈ પ્રેરણા દી હૈ.”
વડાપ્રધાન જ્યારે આવું બોલ્યા ત્યારે સવાલ એ થયો કે દેશની કોટી કોટી માતાઓ/ બહેનોએ જ્યારે વડાપ્રધાનને આશીર્વાદ આપ્યા હતા; દેશની માતા/ બહેનો/ દિકરીઓએ માંની ખોટ પડવા દીધી નહતી; તો નમકહરામી કેમ? જો વડાપ્રધાન ખરેખર આવું અનુભવતા હોય તો દેશને ગૌરવ અપાવનાર મહિલા પહેલવાનોએ જ્યારે BJP સંસદસભ્ય બ્રિજભૂષ્ણસિંહ સામે યૌન શોષણની ફરિયાદ કરી તો દિલ્હી પોલીસે FIR કેમ નોંધી ન હતી? FIR નોંધાવવા છેક સુપ્રિમકોર્ટ જવું પડ્યું તે શરમજનક ઘટના કહેવાય કે નહીં? એ મહિલા પહેલવાનોને ધરણા-પ્રદર્શન કરતા પોલીસે શા માટે રોકી? યૌન શોષણ કરનારને શા માટે છાવર્યો? બળાત્કારીઓ/ હત્યારાઓને જેલ મુક્ત શા માટે કર્યા ? તેમનું અભિવાદન તિલક-ચાંદલાથી શા માટે થયું? 2500થી વધુ મહિલાઓનું યૌન શોષણ કરનાર પ્રજ્વલ રેવન્ના માટે ચૂંટણી પ્રચાર શા માટે કર્યો? મણિપુરમાં મહિલાઓને નગ્ન કરી સરઘસો કાઢવામાં આવ્યા, ગેંગ રેપ થયા, મહિલાઓની હત્યાઓ થઈ ત્યારે માતા/ બહેનો/ દિકરીઓ કેમ ભૂલાઈ ગઈ હતી? દંભની પણ કોઈ સીમા હોય કે નહીં? કથની અને કરણીમાં આભ-જમીનનું અંતર કેમ? માત્ર ભાષણમાં જ ભાવુક થવાનું? ભાવુકતા વ્યવહારમાં કેમ ઉતરતી નથી? ભાગવત્ત ને પણ અત્યારે મણિપુર ની શાંતિ ની ચિંતા થઈ ? વહેવાર અને વર્તન માં ભારે ભેદ કરતા બેવડા ધોરણે એ ભાજપ ને બહુમતી ન આપી લોકો ઓળખી ગયા છે દરેક રાજ્ય ને નંબર વન બનાવવાનો વાયદો કરતા સ્ટાર પ્રચારકો ની ભૂંડી હાર મગર ના આંશુ દેશ ની જનતા જાણે છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.