ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં માહે ૦૮/૨૦૨૪ દરમ્યાન ભોગ બનનારના રૂ ૬,૩૮,૩૧૩/-(છ લાખ આડત્રીસ હજાર ત્રણસો તેર પુરા) પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ - At This Time

ઓનલાઇન નાણાકીય છેતરપીંડીના બનાવમાં માહે ૦૮/૨૦૨૪ દરમ્યાન ભોગ બનનારના રૂ ૬,૩૮,૩૧૩/-(છ લાખ આડત્રીસ હજાર ત્રણસો તેર પુરા) પરત મેળવી આપતુ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
પોલીસમહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા બોટાદ તથા નાયબ પો.અધિક્ષક મહર્ષી રાવલ સાહેબ બોટાદ વિભાગ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, બોટાદ જિલ્લામાં એ.ટી.એમ.ફ્રોડ, લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ આર્મિના નામે OLX/ ફેસબુક/ઇનસ્ટાગ્રામ એડ માંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોટાદ ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે. બોટાદ જિલ્લા સાઈબર ક્રાઇમ દ્વારા અરજદાર નાનજી ચૌહાણ રહે.તરઘરા નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૧,૯૮,૦૦૦/- પુરા પરત અપાવેલ છે , હારુનભાઇ હાજીભાઇ સૈયદ રહે.ગઢડા નાઓ સાથે રૂ.૧,૦૮,૨૩૬/- નું ફ્રોડ થયેલ.જે પુરા પરત અપાવેલ છે.અરજદાર જયપાલ ડાભી રહે.બોટાદ નાઓ સાથે થયેલ ફ્રોડમાં ગયેલ નાણા રૂ.૨,૦૦,૦૦૦/- પરત અપાવેલ છે આસહીત આ કુલ ૧૫ અરજદાર નાઓ સાથે થયેલ ફ્રોડપૈકી કુલ રૂ. ૬,૩૮,૩૧૩/-(છ લાખ આડત્રીસ હજાર ત્રણસો તેર પુરા) માહે ૦૮/૨૦૨૪ માં પરત મેળવી આપેલ છે સાઈબર ક્રાઇમ દ્વારા સરાહનીય કામગીરી કરેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.