મહીસાગર જિલ્‍લાના લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્‍લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો - At This Time

મહીસાગર જિલ્‍લાના લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્‍લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો


જિલ્લા કક્ષાનો ૧૩મો ગરીબ કલ્યાણ મેળો શ્રી પી એન પંડ્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,લુણાવાડા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની ગુજરાત સરકાર ગરીબી નિવારણ માટે નોંધારાનો આધાર બની સરકારની અનેકવિધ કલ્‍યાણકારી યોજનાઓના લાભો વચેટિયાઓને નાબૂદ કરીને સીધેસીધા તેમના હાથોહાથ પહોંચાડીને સમાજના તમામ વર્ગોના ઉત્‍થાન માટે પ્રતિબધ્‍ધ હોવાનું કહ્યું હતુ. તેમણે વધુમાં સાચા લાભાર્થીઓના હાથમા સીધેસીધા લાભો પહોંચાડીને સરકારે તેના પારદર્શક વહીવટની જનતા જનાદર્નને પ્રતિતિ કરાવી હોવાનું ઉમેર્યું હતું.
મહીસાગર જિલ્‍લાના મુખ્‍ય મથક લુણાવાડા ખાતે યોજાયેલ જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે સ્‍ટેજ ઉપરથી ર૫ લાભાર્થીઓને પ્રતિકાત્‍મક સાધન-સહાયનું વિતરણ કરતાં જણાવ્‍યું હતું કે, ગરીબોના બેલી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની પ્રેરણાથી સુશાસનના સંકલ્‍પ સાથે રાજયના મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળ જનકલ્‍યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત સતત કાર્યશીલ ગુજરાત સરકાર દ્વારા ગરીબી નિવારણ કરવા માટે ગરીબ કલ્‍યાણ મેળાઓ આશીર્વાદરૂપ બની રહ્યા છે.
ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરે કેન્‍દ્ર-રાજય સરકારની આરોગ્‍ય-શિક્ષણ-રોડ-રસ્‍તાઓ, કૃષિ જેવા વિવિધ ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્‍ધિઓની ઝાંખી કરાવી મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વ હેઠળની સરકાર જનસેવા-લોકહિતના કામો માટે પ્રબળ સંકલ્‍પ, અડગ આત્‍મવિશ્વાસ અને અખૂટ જોમ જુસ્‍સાથી અવિરત સૌના સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસરૂપી ગંગા અને ગરીબો-શોષિતો-વંચિતો સહિત તમામ વર્ગોના વિકાસ માટે સંકલ્‍પબધ્‍ધ હોવાનું જણાવ્‍યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ મહીસાગરવાસીઓને રાજય સરકારની અનેકવિધ યોજનાઓના માધ્‍યમથી આત્‍મનિર્ભર બનવાની સાથે આત્‍મનિર્ભર ગુજરાતથી આત્‍મનિર્ભર ભારતની કલ્‍પનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો.
લુણાવાડા ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળામાં સ્‍ટેજ ઉપરથી ર૫ લાભાર્થીઓને પ્રતિકાત્‍મક સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્‍યા બાદ રાજય સરકારના વિવિધ વિભાગોના યોજનાકીય લાભો અંતર્ગત ૧૬૫૫ લાભાર્થીઓને રૂા. ૪૮૬ લાખથી વધુ સાધન-સહાય-ચેકોનું સ્‍થળ ઉપર જ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે હાથોહાથ વિતરણ કરવામાં આવ્‍યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકાથી ડબલ એન્જિનની સરકારના કારણે ગુજરાતની અવિરત ચાલી આવતી રાજયની સરકાર ઉપર મૂકવામાં આવેલ વિશ્વાસનું વળતર વિકાસથી આપવામાં આવતાં સરકારને જનતા જનાર્દનનું વ્યાપક સમર્થન પ્રાપ્ત થયું છે. ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં અનેક જનહિતલક્ષી કાર્યો દ્વારા અપાર ઉપલબ્ધિઓ મેળવી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતનાં બે દાયકાઓ પ્રાયોરિટી, પોલીસી અને પર્ફોમન્સનાં રહ્યાં છે. આ ઉપરાંત એડવાન્સમેન્ટ, એમ્પાવરમેન્ટ અને ડેવલપમેન્ટને વરેલાં રહ્યાં છે
ધારાસભ્‍ય શ્રી જીજ્ઞેશભાઇ સેવકે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં ગરીબો-મધ્‍યમવર્ગ-ખેડૂતો સહિત તમામ વર્ગોનું કલ્‍યાણ કેવી રીતે મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની નેતૃત્‍વ હેઠળની સરકાર સતત ચિંતા કરીને રાજયના નાગરિક પગભર-આત્‍મનિર્ભર થાય તે માટે કામ કરી રહી હોવાનું જણાવ્‍યું હતું. તેમણે વધુમાં રાજય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપી ગરીબ લાભાર્થીઓને મળવાપાત્ર લાભો સીધા તેમના હાથમાં પહોંચાડવામાં આવી રહ્યાં છે ત્‍યારે જે લાભાર્થીઓને લાભ પ્રાપ્‍ત થયા છે તેવા લાભાર્થીઓને અભિનંદન-શુભેચ્‍છાઓ પાઠવી તેમનું જીવનધોરણ ઊંચું આવે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
પ્રારંભમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટાએ સ્‍વાગત પ્રવચન કરી કર્યું હતું. જયારે અંતમાં ખેતીવાડી અધિકારીશ્રી જગડીશભાઈએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર સહિત ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ રાજયના મુખ્‍ય મંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની પ્રેરક ઉપસ્‍થિતિમાં રાજય કક્ષાના ગોધરા ખાતે યોજાયેલ ગરીબ કલ્‍યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મંત્રીશ્રી સહિત ઉપસ્‍થિત સર્વે મહાનુભાવોએ ગરીબ કલ્‍યાણ મેળાના સ્‍થળે વિવિધ વિભાગોના સ્‍ટોલોની મુલાકાત લઇ નિરીક્ષણ કરી માહિતી મેળવી લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે , કલેક્ટરશ્રી ડો મનિષકુમાર, જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી કે. ડી.લાખાણી, જિલ્‍લા પોલીસ અધિક્ષકશ્રી રાકેશ બારોટ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્‍લા-તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, જિલ્‍લા-તાલુકાના પદાધિકારીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્‍લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.