મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકામાં પોષણ સુધા યોજનાની શરૂઆત કરવામાં આવી.
મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના હસ્તે પોષણસુધા યોજનાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.
મહીસાગર જીલ્લાનાં સંતરામપુર તાલુકામાં પોષણ સુધા યોજનાની શરૂઆત કરવામાં આવી.
પોષણસુધા યોજનાનો સુભારંભ કાર્યક્રમ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષ સ્થાને સંતરામપુર નગરપાલિકા કોમ્યુનીટી હોલ ખાતે યોજાયો.
ગુજરાત સરકારશ્રી દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં આદિજાતિ વિસ્તારના ૧૦ તાલુકાઓમાં સગર્ભા માતાઓને પૂરક પોષણ આપતી પોષણ સુધા યોજના અમલમાં છે જેનો વ્યાપ વધારી આદિજાતિ વસ્તી વધુ ધરાવતા ૭૨ તાલુકાઓમાં આ યોજના વિસ્તારવાની અને પ્રતિ વ્યકિત થતા ખર્ચમાં ૫૦ ટકા જેટલો વધારો કરવામાં આવશે.
મહીસાગર જીલ્લામાં પોષણ સુધા કાર્યક્રમ હેઠળ કડાણા તાલુકામાં સગર્ભા અને ધાત્રીમાતાઓના પોષણ સ્તરમાં સુધારો આવે તે હેતુથી કુલ-૨૧૭૪ સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એકવાર પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે.તેમજ હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા મહીસાગર જીલ્લામાં વધુ એક ટ્રાયબલ તાલુકો સંતરામપુરમાં પોષણ સુધા યોજનાની શરૂઆત કરવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે ડી લાખાણીએ આઈ સી ડી એસ વિભાગની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવ્યું
આ કાર્યક્રમ માં કલેક્ટરશ્રી ડો.મનિષકુમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન પટેલિયા, સંતરામપુર મામલતદારશ્રી સંગાડા, ચીફ ઑફિસરશ્રી સહિત મોટી સંખ્યામાં આંગણવાડી ની કાર્યકર બહેનો ઊપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.