* *ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*........ *રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

* *ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*…….. *રિપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


* *ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ*........
* ઇન્ડિયન સોસાયટી દાહોદ જિલ્લા શાખા વર્ષ 2023 -24 ની વાર્ષિક સાધારણ સભા તારીખ 17/ 10 /2024 ગુરુવારના રોજ સવારે 10:00 કલાકે ડો હરિલાલ શેઠ રેડક્રોસ ભવનના "સુંદર શોભા" મેમોરિયલ હોલમાં રેડક્રોસ સોસાયટી જિલ્લા પ્રમુખશ્રી અને જિલ્લા સમાહર્તા શ્રી યોગેશ નિરઞુડે સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી .જેમાં ગુજરાત રાજ્ય શાખાના પ્રતિનિધિ તરીકે શ્રી ભરતભાઈ પરમાર, ચેરમેન અરવલ્લી જિલ્લા બ્રાન્ચ ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મહેમાનશ્રીઓ નો પરિચય અને શાબ્દિક સ્વાગત સંસ્થાના ચેરમેન શ્રી ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ મહેમાનઓનું બુકે, સાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું .સાથે ભાવી આયોજનની પણ માહિતી આપી. એજન્ડા મુજબની કાર્યવાહી મંત્રી શ્રી જવાહરભાઈ શાહ દ્વારા કરવામાં આવી .વાર્ષિક ઓડિટેડ હિસાબ ખજાનચી શ્રી કમલેશભાઈ લીમ્બાચીયા દ્વારા મંજૂર કરવામાં આવ્યા .આ પ્રસંગે વર્ષ દરમિયાન સૌથી વધુ યુનિટ બ્લડ કલેક્શન કર્યું હોય તેવી સંસ્થાઓને પ્રમુખ અને કલેકટર શ્રી ના હસ્તે બુકે, સર્ટિફિકેટ, મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યું આ ઉપરાંત આજીવન સભ્યોને આઈકાર્ડ અને પીન આપવામાં આવી. આભાર વિધિ કારોબારી સભ્ય અમીરભાઈ કાપડિયા દ્વારા કરવામાં આવી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સહમંત્રી સાબીર શેખ દ્વારા કરવામાં આવ્યું .આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ અને કારોબારી સભ્ય શ્રી નરેન્દ્રભાઈ પરમાર, શ્રી ગટેશભાઈ ક્ષૌત્રિય, શ્રી રાજેશભાઈ બચ્ચાની, શ્રી સુરેશભાઈ રામચંદાની ,શ્રી મુકુંદભાઈ કાબરાવાલા, તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, આજીવન સભ્યશ્રીઓ ,સ્ટાફ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.