વિરપુરથી લીંબડીયા માર્ગ પર માહાકાય વૃક્ષ પડતા વિરપુર પોલીસે જેસીબીની મદદથી હટાવ્યુ…
વિરપુરથી લીંબડીયા હાઇવે પર અચાનક મસમોટું વૃક્ષ જમીન દોસ્ત થયું હતું. વૃક્ષ ધરાશાયી થતાં વાહનની અવરજવર બંધ થઈ જવાને લીધે 30 મિનિટ ટ્રાફિક જામ થયો હતો રોડની બન્ને તરફ અનેક વાહનો અટવાઈ જવાને લીધે અનેક લોકો હેરાન થઈ ગયા હતા. રોડ પરથી અનેક વાહનો પસાર થતા હતા ત્યારે જ મસમોટું વૃક્ષ ખાબકવાને લીધે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હોવાથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો આ બનાવની જાણ થતાં વિરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જેસીબીની મદદથી વૃક્ષને રોડ પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો...
તસવીર લખાણ - વિરપુર પોલીસ દ્વારા રસ્તા પર પડેલ વૃક્ષ જેસીબીની મદદથી હટાવ્યુ...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
