સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે નગરપાલિક દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન તા. 25-26-27, 2023 શનિ-રવિ-સોમ દરમ્યાન ટાવર બગીચા ખાતે યોજાઈ ગયું - At This Time

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે નગરપાલિક દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન તા. 25-26-27, 2023 શનિ-રવિ-સોમ દરમ્યાન ટાવર બગીચા ખાતે યોજાઈ ગયું


પ્રેસ નોટ

*મિલેટ ફૂડ ફેસ્ટિવલ નું સમાપન*

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે નગરપાલિક દ્વારા મિલેટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન તા. 25-26-27, 2023 શનિ-રવિ-સોમ દરમ્યાન ટાવર બગીચા ખાતે યોજાઈ ગયું.

આ કાર્યક્રમની વિગત આપતાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીએ જણાવ્યું કે, ભારત સરકારે 2023નું વર્ષ મિલેટ વર્ષ જાહેર કર્યું છે. ત્યારે નગરની જનતાને હલકા/હળવા અનાજનો પરિચય થાય તે હેતુસર અમદાવાદ ની સૃષ્ટિ સાથે સંકલન કરી આયોજન કર્યુ હતું.
નગરની જનતાએ હલકા/હળવા અનાજના આ પ્રદર્શનનો બહોળો લાભ લીધો તેનો સંતોષ છે. 3 દિવસ ના મહોત્સવ માં શહેરમાંથી સરેરાશ 2 થી 3 હજાર લોકો મુલાકાત લેતા હતા. પરંતુ આમાંથી અમુક લોકો જ મિલેટ ફૂડ ને ચાખી ને તેના ફાયદા વિશે સ્ટોલધારક પાસેથી સમજવાનો પ્રયત્ન કર્યો. 10 % લોકો હશે જેમણે ખરીદી ને ફૂડ ખાધું હશે.
સ્ટોલધારક રોનક પટેલ જણાવે છે કે
હિંમતનગર ના રહેવાસીઓ આમ તો ગામડાઓમાંથી આવતા લોકો છે, હજુ ગામડાઓ સાથે સહુ જોડાયેલા છે, તેઓને વિસરાતી વાનગીઓની નવાઈ લાગતી નથી એટલે ખરીદવાનું પ્રમાણ ઓછું જણાયું.
મિલેટ જેમાં રાગી, કાંગ, મોરયો, બંટી, ચીનો વગેરે હાલ સામાન્ય રીતે મોંઘું પણ છે.
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અહીં ખેત પેદાશો લઈ આવ્યા હતા જેનો જાગૃત ગ્રાહકોએ લાભ લીધો. વિશેષ કરીને ઓર્ગેનિક શેરડીનો રસ ખૂબ પીવાયો.

નગર પાલિકાના કોર્પોરેટર અને મહોત્સવના સંયોજક શ્રીમતી જિનલ પટેલ એ જણાવ્યું કે આપણા રોજિંદા જીવનમાં રાગી, સામો, કાંગ, કોદરી, કુરી, રાજગરો, જુવાર જેવા અનાજ પુન જીવિત થાય એ બાબતે સહુ નગરજનો વિચારશે એ નક્કી છે, આવા કાર્યક્રમમાં અવાર-નવાર કરીશું ત્યારે જ જન જન સુધી પહોંચી શકીશું.

સોલા સિવિલ હોસ્પિટલના હોમિયોપેથી વિભાગના ડૉ. પલ્લવભાઈ દેસાઈ જણાવે છે કે, ડાયાબિટીસના દર્દીઓએ ઘઉં અને ચોખાના વિકલ્પમાં જુવાર ખાવા વિશે સારી પૂછપરછ કરી છે.

સૃષ્ટિ સંસ્થાના રમેશ પટેલે જણાવ્યું કે આ મહોત્સવથી અત્યારે લોકોમાં જિજ્ઞાસા વધી છે, આશા છે ભવિષ્યમાં લોકો ને ચોક્કસ ફાયદો થશે.

નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી નવનીતભાઈ પટેલ કહ્યું કે લોકો ચોક્કસ આવ્યા, સમજવાનો પ્રયત્ન કર્યો. ખેડૂતો મિલેટ ની ખેતી કરવા ઉત્સાહી જણાયા, સામે પક્ષે ગ્રાહકો પણ મિલેટ સુલભ બને તેવી ઈચ્છા પ્રગટ કરી છે, એ આ મહોત્સવ ની સફળતા છે.

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.