ચંદ્રવાણ ગામની સીમમાં ખેતરના કુવામાં ખાબકેલા મોરને રેસ્ક્યુ કરીને બચાવાયો
ચંદ્રવાણ ગામની સીમમાં ખેતરના કુવામાં ખાબકેલા મોરને રેસ્ક્યુ કરીને બચાવાયો
પાણીની શોધમાં જતાં કુવામાં પડી ગયો હતોઃ વનવિભાગે રેસ્ક્યુ ઓપરેશન પાર
નેત્રંગ તાલુકાના કેલ્વીકુવાના ભુપેન્દ્ર ભક્તની ચંદ્રવાણ ગામની સીમમાં આવેલ ખેતરમાં ૧૦૦ ફુટ ઉંડો કુવો આવેલ છે. બે-ત્રણ દિવસ પહેલા કુવા પાસે મોર પાણીની શોધમાં જતાં અગમ્ય કારણોસર કુવામાં પડી ગયો હતો.ત્યારે કેલ્વીકુવા ગામના જ મિતેશ પ્રજાપતિ કુવાનું પાણી જોવા જતાં મોર પડ્યાનું નજરે પડ્યું હતું ત્યારબાદ નેત્રંગ વન વિભાગના કર્મી રવિરાજસિંહ ગોહિલ, અ શ્વિ ન બારૈયા,અનિલ દંતાણી અને શૈલેષ વસાવાનો સંપર્ક કરતાં તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી આવી મોરને બચાવવાની રેસ્ક્યુ ઓપરેશન ની કામગીરીમાં કરતા જાળને કુવામાં બાંધી મોર ને બચાવી લેવામાં આવ્યો હતો. મોરને શરીરના ભાગે કોઈપણ પ્રકારની ઈજા નહીં હોવાથી ફરીથી ખેતરાડી વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.