ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો
ભાભરમાં આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયો
*લોકોને રેલી યોજી મતદાન કરવા અપીલ કરાઇ*
હાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ચુંટણી પંચની સૂચના અનુસાર મતદાન જાગૃતિ નાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે ભાભર ખાતે પણ અનેક જગ્યાએ રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ ફેલાવવા નો સર્ગણીય પ્રયાસ હાથ ધરવામાં આવે છે તો અન્ય સ્પર્ધાત્મક અને રેલીઓ યોજી મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.
ભાભર મત વિસ્તારના મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવા ભાભર લુદરીયા વાસ ખાતે આંગણવાડી કાર્યકર દ્વારા મતદાન અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આંગણવાડી કાર્યકર દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. મતદારો ને માહિતી પૂરી પાડવા અને મતદાન વિશે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું અને રેલી યોજી અને લોકોને મતદાન વિશે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં લોકોને મત આપુ અને મત અપાવી મતદાન વિશે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમ ભાભર તાલુકાના ની તેતરવા સેજા ની કાર્યકર દ્વારા કરવામાં આવ્યો .
આ કાર્યક્રમ સીડી પીઓ હંસાબેન અને સુપરવાઇઝર સોનલબેન ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
જે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ અંતર્ગત સોનલ બેને લોકોને મતદાન વિશે વિસ્તૃત માહિતી આપી અને ફરજિયાત મતદાન કરવા લોકોને જાગૃત કરતો કાર્યક્રમ યોજાયો હતો સંપૂર્ણ મતદાન વિશેની જાણકારી સાથે અને 18 વર્ષ ના લોકોએ ફરજિયાત મતદાન કરવું જોઈએ જેને લઇને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
આ કાર્યક્રમ ભાભર તેતરવા સેજાના સૂપરવાઇઝર સોનલબેન ના માર્ગદર્શન હેઠળઆ કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમ માં ધર્મિષ્ઠાબેન દવે. કાંતાબેન પ્રજાપતિ. મંજુબા. વર્ષાબેન ઠક્કર. તેમજ તેતરવા સેજા ની તમામ કાર્યકર બહેનો હાજર રહ્યા હતા. અને આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.