પતિ બહાર જતો ત્યારે રૂમને તાળુ મારતો અને ઈસ્ત્રી ફટકારતો, ખુલાસા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી - At This Time

પતિ બહાર જતો ત્યારે રૂમને તાળુ મારતો અને ઈસ્ત્રી ફટકારતો, ખુલાસા બાદ પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી


રાજકોટના નવા 150 ફૂટ રોડ પર ઘંટેશ્વર પાસે SRP કેમ્પ સામે ક્રિશ્નમ હાઈટસમાં રહેતી સંગીતાબેન ઉર્ફે સોમી બેબીપ્રસાદ ઝોલાએ ગત તા.14.07.2024ના બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા મોત નિપજયુ હતું. ત્યારબાદ પોલીસ તપાસમાં તેના પતિના ત્રાસથી આપઘાત કર્યાનું ખુલતા આરોપી પતિ વિરુદ્ધ મરવા મજબૂર કર્યાની કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈ તા.15.07.2024 ના રોજ પોલીસ તરફથી તેની નાની બહેન ચોથા માળેથી પટકાતા મૃત્યુ પામ્યાની જાણકારી મળી હતી, જેથી તે રાજકોટ દોડી આવ્યો હતો. બાદમાં પોલીસે તેને સાથે રાખી બનાવવાળી જગ્યાની તપાસ કરતા ક્રિશ્નમ હાઈટસ બી-વીંગના પાછળના ભાગે ભોયતળીયે લોહીના બે મોટા ધાબા જોવા મળ્યા હતા. ફલેટ નં.405માં તપાસ કરતા રૂમની દિવાલ પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા એટલું જ નહી લોહીના ડાઘાવાળી ઈસ્ત્રી અને સાડી પણ જોવા મળ્યા હતા. આસપાસમાં માણસોની પુછપરછ કરતા જણાવ્યું કે, તેની બહેન અને તેનો બનેવી છેલ્લા 15 દિવસથી અહીંયા સાથે રહેતા હતા. બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા તેના કારણે બનેવી કામ પર જતો ત્યારે રૂમને બહારથી તાળુ મારી દેતો હતો અને બહેનને ત્રાસ પણ આપતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.