બોટાદ જિલ્લામાં સારા વરસાદને લીધે ધરતીપુત્રોમાં ખુશી છવાઈ
બોટાદ જિલ્લામાં સારા વરસાદને લીધે ધરતીપુત્રોમાં ખુશી છવાઈ
સમગ્ર ગુજરાતમાં પડેલા સારા એવા વરસાદને કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળી રહ્યાં છે, કૃષિક્ષેત્રમાં હવે મહેનતની મોસમ ચાલી રહી છે, ત્યારે બોટાદ જિલ્લામાં ચાલુ વર્ષે ૧,૭૨,૬૨૨ હેક્ટર જમીનમાં ખરીફ પાકોનું વાવેતર કરાયું છે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બલદાણીયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ જિલ્લામાં સૌથી વધુ વાવેતર કપાસનું થયું છે જેનાં આંકડા જોઇએ તો બોટાદ તાલુકામાં ૪૫,૭૭૮ હેક્ટર, બરવાળામાં ૧૭,૦૬૦, ગઢડામાં ૫૧,૪૨૭ અને રાણપુર તાલુકામાં ૩૪,૭૮૩ સહિત જિલ્લામાં કુલ ૧,૪૯,૦૪૮ હેક્ટર કપાસનું વાવેતર કરાયું છે. બોટાદમાં મગફળીનાં વાવેતરની વાત કરીએ તો બોટાદ તાલુકામાં ૪,૩૭૦ હેક્ટર, બરવાળામાં ૧૭ હેક્ટર, ગઢડામાં ૧,૩૮૫ અને રાણપુર તાલુકામાં ૧૭૧ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર પૂર્ણ કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે બોટાદ તાલુકામાં ૧,૮૩૮ હેક્ટરમાં, બરવાળામાં ૩૭, ગઢડા ૩૨૧ અને રાણપુર તાલુકામાં ૫૬૫ હેક્ટરમાં તલનું વાવેતર કરાયું છે. બોટાદમાં ઘાચસારાનાં વાવેતર પર નજર ફેરવીએ તો બોટાદ તાલુકામાં ૨,૧૬૪, બરવાળામાં ૩,૫૧૦, ગઢડામાં ૩,૪૩૯ અને રાણપુર તાલુકામાં ૨,૯૯૫ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કરાયું છે. ઉપરાંત બોટાદ તાલુકામાં ૧,૧૯૭, ગઢડામાં ૪૧૯ અને રાણપુરમાં ૨૬૫ હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કરાયું છે અત્રે નોંધનિય છે કે, સમગ્ર બોટાદ જિલ્લામાં ૫૧ હેક્ટરમાં સોયાબીન, ૪૧ હેક્ટરમાં અડદ, ૨૦૭ હેક્ટરમાં મગ, ૫૪૨ હેક્ટરમાં તુવેર, ૨૭ હેક્ટરમાં બાજરી અને ૧૦ હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરાયું છે.
રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.