બોટાદ જિલ્લામાં આગામી ૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૪ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
(બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા)
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અનેશારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં સગૌરવ આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનહાથ ધરવામાં આવે છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવાકે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અનેસ્વાસ્થય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર ૧ ઓગસ્ટ થી ૭ ઓગસ્ટ દરમ્યાન “ નારીવંદન સપ્તાહ ” ઉજવણી કરવામાં આવે છે. જે બાબતે બોટાદ જિલ્લામાં આગામી તા.૦૧/૦૮/૨૦૨૪ નારોજ મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨/૦૮/૨૦૨૪ ના રોજ બેટી બચાવો બેટી પઢાવો, તા.૦૩/૦૮/૨૦૨૪નાં રોજમહિલા સ્વાવલંબન દિવસ,તા.૦૫/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા નેતૃત્વ દિવસ,તા.૦૬/૦૮/૨૦૨૪નાં રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૦૭/૦૮/૨૦૨૪ નાં રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.૦૮/૦૮/૨૦૨૪ના રોજ મહિલા આરોગ્ય દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવશે. જેમાં પોલીસ વિભાગ,શિક્ષણવિભાગ,સુરક્ષા સેતુ ટીમ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ, આરોગ્યઅને પરિવાર કલ્યાણ વિભાગ, રમત-ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત આર્થિક વિકાસનિગમ, ગ્રામ વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, શ્રમ અનેરોજગારવિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, કૃષિ અનેપશુપાલન વિભાગ, આઈ.સી.ડી.એસ. સહિતના વિભાગો સહભાગી થશે તેમ મહિલા અને બાળ વિકાસઅધિકારી,બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.