૯૯.૪૦ ટકા મેળવનારો કાંદિવલીનો ધ્રુવ હકાણી કુલુ-મનાલીમાં ટ્રેકિંગકરી રહ્યો છે - At This Time

૯૯.૪૦ ટકા મેળવનારો કાંદિવલીનો ધ્રુવ હકાણી કુલુ-મનાલીમાં ટ્રેકિંગકરી રહ્યો છે


૯૯.૪૦ ટકા મેળવનારો કાંદિવલીનો ધ્રુવ હકાણી કુલુ-મનાલીમાં ટ્રેકિંગકરી રહ્યો છે

દામનગર.વતન.પ્રેમી.અજિત ચીમનભાઈ હકાણી નાં.લધુબધુ.નાં.પુત્રરત્ન .હાલ.કાંદિવલીના દહાણુકર વાડીમાં રહેતો ધ્રુવ હકાણી ઇન્ડિયન સર્ટિફિકેટ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (ICSE)-૨૦૨૪ની દસમા ધોરણની પરીક્ષામાં બેસ્ટ ફાઇવમાં ૫૦૦માંથી ૪૯૭ માર્ક્સ સાથે ૯૯.૪૦ ટકાથી પાસ થયો હતો. ધ્રુવને ભવિષ્યમાં સૉફ્ટવેરની દુનિયામાં આગળ વધવું છે.
કાંદિવલીની ઠાકુર ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ધ્રુવ બીજો ટૉપર છે. ધ્રુવના પપ્પા હિતેશ હકાણી સૉફ્ટવેરની કંપની ધરાવે છે. ધ્રુવે ૯૮થી ૯૯ ટકા ધાર્યા હતા અને તેણે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે એમ કહેતાં ધ્રુવનાં મમ્મી કવિતા હકાણીએ ‘મિડ-ડે'ને કહ્યું હતું કે 'ધ્રુવે કોવિડના સમયનો ઉપયોગ ખૂબ સારી રીતે કર્યો હતો. આ સમયે તે વેબસાઇટથી લઈને ઍપ બનાવવાનું પોતાની રીતે જ શીખી ગયો હતો. આ શીખ્યા બાદ તેણે ડૉક્ટર્સ માટે એક ઍપ અને બે કંપની માટે વેબસાઇટ પણ બનાવીને આપી છે. તેને એન્જિનિયરિંગમાં આગળ વધવું છે અને તેનું ઇન્ટિગ્રેટેડ એન્જિનિયરિંગ કૉલેજમાં ઍડ્મિશન પણ થઈ ગયું છે. ખૂબ નાની ઉંમરમાં જ તે સૉફ્ટવેર ડેવલપ કરવાનું પોતાની રીતે શીખી રહ્યો છે. રાતના સમયે શાંત વાતાવરણ હોવાથી તે રાતે
કમ્પ્યુટર ઍપ્લિકેશન્સ અભ્યાસ કરતો હતો. સવારે ૩ થી ૪ વાગ્યા સુધી પોતાનો અભ્યાસ કરતો. ધ્રુવે નક્કી કરેલું લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી તે એ ટાર્ગેટને છોડે જ નહીં. પ્રીલિમ્સમાં તે ૯૫.૦૭ ટકા સાથે ટૉપર હતો. તે પોતાની રીતે અભ્યાસ કરતો અને કોઈ સ્ટ્રેસ લઈને ભણતો નહોતો. ધ્રુવ પોતાનો સમય જયાં- ત્યાં ક્યારેય વેડફતો નથી. હાલમાં તે કુલુ-મનાલી ટ્રેકિંગ કરવા ગયો છે.

રિપોર્ટ નટવરલાલ. ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.