ધંધુકાના રોજકા ગામેથી જથ્થો ખરીદયા અંગેની મામલતદારે તપાસ કરાવી : કોઈ પ્રકારની વિસંગતતા જણાઈ આવેલ નથી.
અમદાવાદ જિલ્લાના ધંધુકાના રોજકા ગામેથી જથ્થો ખરીદયા અંગેની મામલતદારે તપાસ કરાવી : કોઈ પ્રકારની વિસંગતતા જણાઈ આવેલ નથી.
રાણપુર તાલુકા માંથી રેશનીંગની જથ્થો પકડાયો હતો. રોજકા સેવા સહકારી મંડળી લી ની ધંધુકા મામલતદારે રેકોર્ડ તપાસી તપાસ હાથ ધરી હતી રેશનીંગ કાર્ડ ધારક લાભાર્થીઓ ને પુરવઠો મળે છે.
અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર ખોખર દ્વારા રોજકા ગામે થી રેશનીંગનો જથ્થો ખરીદેલ હોવા નું બહાર આવતા તેની તપાસ કરવા નાયબ મામલતદાર પૂરવઠા ને આદેશ કર્યા હતા જેની તપાસ પૂરી થતાં અનાજના કોઈ જથ્થામાં કોઈ પણ પ્રકારની વિસંગતતા જણાયેલ નહીં હોવાનું આધાર ભૂત રીતે જાણવા મળેલ છે.
જાણવા મળતી સઘળી વિગતો અનુસાર તાજેતરમાં બોટાદ જિલ્લાના રાણપુર મામલતદાર વાળા દ્વારા રાણપુર બોટાદ મિલેટ્રી રોડ ઉપર ચેકિંગ હાથ ધરી રિક્ષામાં ભરેલ અનાજ નો જથ્થો પકડી પાડ્યો હતો જે જથ્થાના બિલ કે આધાર ડ્રાઇવર રજૂ કરી શક્યો ન હતો જે જથ્થો અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રોજકા ગામેથી ખરીદયો હોવાનું બહાર આવ્યું હતો.
રાણપુર મામલતદાર દ્વારા સદરહુ અનાજ નો જથ્થો સીલ કરી બોટાદ જિલ્લા પુરવઠા અધિકારીને જમા કરાવ્યો હતો અને પુરવઠો ભરેલ રીક્ષા રાણપુર પોલીસ સ્ટેશનમાં સોંપાઈ હતી સઘળી બહાર આવેલી વિગતોના પગલે અમદાવાદ જિલ્લાના ધંધુકા મામલતદાર ખોખર દ્વારા નાયબ મામલતદાર પુરવઠાને રોજકા ગામે તપાસ કરી અહેવાલ રજૂ કરવાના આદેશ કર્યા હતા તેના પગલે પુરવઠા નાયબ મામલતદાર દ્વારા રેશનીંગની શોપ સંભાળનાર રોજકા સેવા સહકારી મંડળી ખાતે દોડી જઈ જીત તપાસ હાથ ધરી હોવાના અહેવાલો મળ્યા છે.
નાયબ મામલતદાર પુરવઠા દ્વારા રોજકા સેવા સહકારી મંડળી લી ને ફાળવેલ અનાજનો જથ્થો ઘઉં ચોખા નું સ્ટોક પત્રક અને વિતરણ કરેલ જથ્થા સહિતની તપાસ હાથ ધરેલ જેમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા મળી આવેલ નથી પુરવઠા નાયબ મામલતદાર એ રોજકા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી અને મેનેજર શ્રી એ આ બાબતે નિષ્ઠાપૂર્વક રોજકા ગામના રેશનકાર્ડ ધારક લાભાર્થીઓને નિષ્ઠાપૂર્વક સંતોષકારક અનાજનું વિતરણ કરવામાં આવે છે જે બાબતે બાહેધરી લખી આપી હોવાનું અને વિતરણ વ્યવસ્થા અંગે કોઈ ફરિયાદ રેશનકાર્ડ દ્વારા લાભાર્થીઓ એ કરેલ નહીં હોવાનું જાણવા મળેલ છે.
રીપોર્ટર : સી કે બારડ
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.