પ્રભાસપાટણ ગુરૂકુળ ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત અન્ડર-૧૭ રાજયકક્ષા યોગાસન સ્પર્ધા યોજાઈ*
*પ્રભાસપાટણ ગુરૂકુળ ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત અન્ડર-૧૭ રાજયકક્ષા યોગાસન સ્પર્ધા યોજાઈ*
---------
ગીર સોમનાથ, તા.૦૬: ગુજરાત સરકારશ્રીના, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત રાજયકક્ષા યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો)ની સ્પર્ધા તા. ૩૦ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓક્ટોબર સુધી શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે યોજાઈ હતી.
જેમા ગુજરાત જિલ્લાઓમાંથી યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો) ૩૦૦થી વધારે સ્પર્ધકો ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના યોગાસનો દર્શાવ્યા હતા. આ સ્પર્ધામાં એક્સપર્ટ્સે યોગ કરવાથી થતા વિવિધ ફાયદાઓ પણ વર્ણવ્યા હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
