આરોગ્ય મંત્રીની ઓચીંતી મુલાકાતે જીલ્લા સેવાસદન આગળના લારી- ગલ્લા હટાવાયા
હિંમતનગર જિલ્લા સેવાસદન આગળના રોડની બંને સાઈડમાં અઘોષિત પાર્કિંગવાળી જગ્યા પર 30 થી વધુ લોકો ખાણી પીણી ચા પાન મસાલા પાથરણા વગેરેના ઠેલા લગાવી 30 થી વધુ લોકો પેટિયું રળે છે. બે દાયકાથી વિકાસના કામે 182 થી વધુ ગલ્લાં દુકાનો હટાવ્યા બાદ તંત્રએ ચલિત દબાણોનું પુનઃસ્થાપન કરવાથી વિશેષ કઈ કર્યું નથી ભાડે ફરતા વાહનોએ ગલ્લા કેબિનનું સ્થાન લઈ લીધું છે. બાકી રહેતી થોડી ઘણી જગ્યામાં અક્ષમ લોકો પેટિયું રળે છે આરોગ્યમંત્રી શુક્રવારે હિંમતનગરની મુલાકાતે આવી રહ્યા હોવાથી પાલિકાના જમાદાર ગુરુવારે સાંજે રોજેરોજ ઠેલો લગાવી કમાતા લોકોને હટી જવા સૂચના આપી ગયો અને ટેમ્પરરી જોહુકમીનો ભોગ બનતા એક દિવસની રોજી ગુમાવવા લોકો મજબૂર બન્યા હતા. કમનસીબી એ હતી કે વાહનોનો અડીંગો યથાવત રહ્યો હતો.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.