તાલુકા પંચાયત કચેરી - બોટાદ તેમજ ગઢડા દ્વારા પ્રશંસનીય કામગીરી - At This Time

તાલુકા પંચાયત કચેરી – બોટાદ તેમજ ગઢડા દ્વારા પ્રશંસનીય કામગીરી


બોટાદ તેમજ ગઢડા તાલુકા પંચાયત ચોવીસ કલાકમાં પ્રમાણપત્ર કાઢી અરજદારોને થઈ રહી છે મદદરૂપ!

તાલુકા પંચાયત કચેરી બોટાદ અને ગઢડા દ્વારા લોકોને મદદરૂપ નિવડે તેવી ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. વેકેશનના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓના અને સરકારી ભરતીમાં અરજી કરનાર વ્યક્તિઓની અરજીઓમાં જરૂરી એવા જાતિના દાખલા, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, ઇ.ડબલ્યુ.એસ.(EWS) પ્રમાણપત્ર, આવકના દાખલા વગેરે પ્રમાણપત્ર કઢાવવા માટે વધારે અરજીઓ આવતી હોય છે. જેમાં તાલુકા પંચાયત બોટાદ દ્વારા તા.01-03-2024થી 11-06-2024 સુધીમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું જાતિનું પ્રમાણપત્ર, ઇ.ડબલ્યુ.એસ.(EWS) અને બિન અનામત વર્ગનું જાતી પ્રમાણપત્ર, અનુસુચિત જાતિ વર્ગનું પ્રમાણપત્ર, વિચરતી-વિમુક્તિ જાતી વર્ગનું પ્રમાણપત્ર, ધાર્મિક લઘુમતી જાતી વર્ગનું પ્રમાણપત્ર, નોન-ક્રીમીલેયરનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર સહિતના 2,909 જેટલાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યાં છે. ત્યારે તાલુકા પંચાયત ગઢડા દ્વારા માર્ચ 2024 થી 15 મે 2024 સુધીમાં 2,500 જેટલા પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવ્યા છે.

નાણાંકીય વર્ષ પૂર્ણ થતાં તથા આગામી શૈક્ષણિક વર્ષ શરૂ થતાં હાલના સમયે વધુ પ્રમાણમાં અરજદારો દાખલાઓ કઢાવવા આવતાં હોય છે ત્યારે તેમને સરળતાથી પ્રમાણપત્ર મળી જાય તેવી સુવ્યવસ્થા બોટાદ તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલ તથા ગઢડા તાલુકા વિકાસ અધિકારીશ્રી એ.એ.વાળાના માર્ગદર્શન હેઠળ બોટાદ તથા ગઢડા તાલુકા પંચાયત કચેરી દ્વારા ગોઠવવામાં આવી છે, તેમ બોટાદ તથા ગઢડા તાલુકા પંચાયત દ્વારા જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.