માનસરોવર પાસે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેર પીધું - At This Time

માનસરોવર પાસે દંપતી વચ્ચે ઝઘડો થતાં પરિણીતાએ ઝેર પીધું


શહેરમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પરિણીતાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા કિંજલબેન જયંતભાઈ નારીગરા નામની 30 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી. ત્યારે સાંજના છએક વાગ્યાના અરસામાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. પરિણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કિંજલબેનને પોતાના માવતરે જવાનું હતું. પરંતુ પુત્રને સાથે લઈ જવા મુદ્દે દંપતી વચ્ચે રકઝક થતા તેણીને લાગી આવતા ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાનું જાણવા મળ્યું છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.