કેટલીક શાળામાં ગ્રાન્ટ નહીં મળી હોવાથી ફાયર હોઝપાઈપ ફિટ નહોતા કર્યા! - At This Time

કેટલીક શાળામાં ગ્રાન્ટ નહીં મળી હોવાથી ફાયર હોઝપાઈપ ફિટ નહોતા કર્યા!


શનિવારે સાંજે 7.30 કલાકે આચાર્યોને મેલ કરીને કહ્યું, રવિવારે શાળા ખુલ્લી રાખજો, ચેકિંગ કરવાનું છે

મોટાભાગની સરકારી-ગ્રાન્ટેડ, ખાનગી સ્કૂલમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવી દેવાયા: સેલ્ફ ડેક્લેરેશન લેવાયું

રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ રાજ્યમાં ચારેબાજુ ફાયર સેફ્ટીનું ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે રવિવારે વહેલી સવારથી રાજ્યના શિક્ષણ વિભાગના આદેશ અનુસાર રાજકોટ જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની કુલ 2745 શાળામાં ફાયર સેફ્ટી અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રવિવારે સવારથી શરૂ કરાયેલા ચેકિંગમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો આશરે 400 વ્યક્તિનો સ્ટાફ જોડાયો હતો. કુલ 2300 જેટલા બિલ્ડિંગ ચેક કરવામાં આવ્યા હતા જેમાં સરકારી-ગ્રાન્ટેડ સહિતની શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.