ગીર સોમનાથમાં મહિલાઓને લગતા કાયદા વિશે જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
ગીર સોમનાથમાં મહિલાઓને લગતા કાયદા વિશે જાગૃતિ શિબિરનું આયોજન કરાયું
-----------
૧૮૧ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર સહિતની માહિતી અપાઈ
-----------
ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા સંબંધિત માહિતી આપવામાં આવી
-----------
ગીર સોમનાથ તા.૮: ગીર સોમનાથ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કામનાથ હૉલ વેરાવળ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ શિબિરનું આયોજન, કરવામાં આવેલ.
આ કાર્યક્રમ અંતર્ગત મહિલા કલ્યાણ સંબંધી વિવિધ યોજનાઓ જેવી કે ૧૮૧ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, ડિસટ્રીક્ટ હબ ફોર એમપાવરમેન્ટ ઓફ વુમન વગેરેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત, મહિલા સુરક્ષા સંબંધી કાયદાઓ જેમાં ઘરેલુ હિંસા અધિનિયમ, દહેજ પ્રતિબંધ અધિનિયમ તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ ૨૦૧૩ ની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા મુશ્કેલીના સમયમાં મહિલાઓને પોલીસ વિભાગ હેઠળ કાર્યરત શી ટીમ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડૉ. સી.ડી.ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી આર.એમ.જીંજાળા, આઈ.સી.ડી.એસ. તાલાળા સીડીપીઓ શ્રી દિવ્યાબેન રામ, મુખ્ય સેવિકાબેન શ્રી શ્રદ્ધાબેન પરમાર, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના પેનલ એડવોકેટ શ્રી બકુલાબેન ડાભી, તથા આંગણવાડી કાર્યકરો અને સીવણ કલાસિસનાં તાલીમાર્થી બહેનો હાજર રહ્યા હતા.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.