બસ પોર્ટ પાસે ટ્રાવેલ્સ સંચાલકની દાદાગીરી : ટેકસી ચાલક પર આઠ શખ્સોનો ધોકાથી હુમલો
બસ પોર્ટ નજીક ટ્રાવેલ્સ સંચાલકોની દાદાગીરી દિન પ્રતિદિન વધી રહે છે અને છાશવારે પેસેન્જર બેસાડવા મામલે માથાકુટ થતી હોય છે. તેવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં આશાપુરા ટ્રાવેલ્સના સંચાલકોએ ટેકસી ચાલકને તારે અહીં ગાડી પાર્ક કરવી નહી કહી ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો હતો.
બનાવની વિગત અનુસાર રેલનગરમાં શ્રી અમૃત પુષ્પા આર્કેડમાં રહેતા ધર્મેન્દ્રસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.43) ટેકસી ચલાવવાનો ધંધો કરે છે અને આજે સવારે 10 વાગ્યે પોતાની ટેકસી લઇ બસ સ્ટેન્ડ પાછળ આવેલ પાર્કિંગમાં પાર્ક કરતા હતા.
ત્યારે ત્યાં આશાપુરા ટ્રાવેલ્સ નામની ઓફિસ ધરાવતા ટ્રાવેલ્સ સંચાલક યોગેન્દ્રસિંહ જાડેજા ધસી આવ્યો હતો અને તારે અહીં ગાર્ડ પાર્ક કરવી નહીં કહી બસ સંચાલકો અન્ય સાત શખ્સોને બોલાવી ધર્મેન્દ્રસિંહ પર ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. મારામારીમાં ઇજાગ્રસ્ત ધર્મેન્દ્રસિંહને સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે એ ડીવીઝન પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.