મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. - At This Time

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.


મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું.

જેમાં ૧૯ જેટલી વીજ ચેકિંગ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં કુલ ૨૫૧ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા તેમાં ૨૧ જોડાણ ચોરી કરતા માલુમ પડેલ હતા જેનું વીજ ચોરીનું બિલ અંદાજે રૂપિયા ૩.૫૩ લાખ જેટલું થાય છે અને કડાણા તાલુકામાં ૨૧૩ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા જેમાં ૪૩ જેટલા વીજ જોડાણ ચોરી કરતા માલુમ પડેલ હતા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા ૭.૮૮ લાખ જેટલું થાય છે

આમ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં કુલ ૪૬૪ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા જેમાં ૬૪ જેટલા વીજ જોડાણ ગેરરીતી કરતા માલુમ પડેલ હતા જેનું વીજ ચોરીનું અંદાજિત બિલ રૂપિયા ૧૧.૪૧ લાખ જેટલું થાય છે

આમ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આમ અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.