શાળા પરિવાર અને સમસ્ત ગામ પરિવાર શાખપુર આયોજિત VISION 2024 અને વ્હાલું વતન શાખપુર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
શાળા પરિવાર અને સમસ્ત ગામ પરિવાર શાખપુર આયોજિત
VISION 2024 અને વ્હાલું વતન શાખપુર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન
દામનગર ના શાખપુર ગામે શ્રી સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળા શાખપુર શાળા પરિવાર અને સમસ્ત ગામ પરિવાર શાખપુર આયોજિત VISION 2024 અને વ્હાલું વતન શાખપુર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સમારંભ અધ્યક્ષ ઉદારદિલ દાતા કનુભાઈ વનમાળીભાઈ બલર સમારંભ મુખ્ય અતિથિ ધીરૂભાઇ નારોલા નાનીવાવડી સમારંભ અતિથિ વિશેષ મુરબ્બી વડીલ કેશુભાઈ હિરજીભાઈ બલર.ની પ્રેરક ઉપસ્થિતિ માં શાખપુર ગામ ની અનેક શિક્ષણ સિદ્ધ ઓ સાથે પાંગરતી પ્રતિભા ઓનું બહુમાન કરાયું હતું શાખપુર ગામ ને કર્મભૂમિ બનાવી શિક્ષણ ક્ષેત્રે સુનિલકુમાર ગોયાણી આચાર્ય હાઇસ્કુલ આરોગ્ય સેવા માં ડો શુકલા ડો હરિવંદન પરમાર રેવન્યુ તલાટી મંત્રી સહિત વિવિધ ક્ષેત્રે સેવા આપતા કર્મચારી ઓ ઉપરાંત શાખપુર જશુભાઈ ખુમાણ.સરપંચ ગ્રામ પંચાયત શાખપુર વ તમામ સદસ્ય. બાબુભાઇ ખુમાણ. તાલુકા પંચાયત સદસ્ય શ્રી, શાખપુર, પાડરશીંગા સીટ. ના અનન્ય યોગદાન ને યાદ કરી ની સ્વાર્થ સેવા ને બિરદાવી હતી શાળા પરિવાર શાખપુર અને સમસ્ત ગામ પરિવાર શાખપુર સહિત કણકોટ નાના રાજકોટ ખારા સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં શાખપુર ગામ ને મોર્ડન વિલેજ બનાવવા ગ્રામ વિકાસ માં ઉદાર હાથે સખાવતો કરનાર દાતા પરિવાર કેળવણી રત્નો ની સરાહનીય સેવા ઓને બિરદાવી હતી શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા ભવ્ય સંસ્કૃતિ કૃતિ ઓ રજૂ કરી હજારો ની જન મદેની ને અભિભૂત કરી વાહવાહ ના ઉદગાર મેળવ્યા હતા શાખપુર ગામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા ના પરિણામો સમગ્ર જિલ્લા માં અગ્રેસર રહ્યા છે તે બદલ શિક્ષક શ્રી ઓની અપાર મહેનત "માં" જેટલું સ્તર ધરાવતા માસ્તરો ને અદબ થી યાદ કરાયા હતા મલેક પરિવાર ની પુત્ર રત્ન સાનિયા મલેક સહિત ની દીકરી ઓ મેડિકલ ક્ષેત્રે આગળ વધે અને શાળા નું ગૌરવ વધારતી સિદ્ધિ બદલ વિશેષ નોંધ લેવાય હતી શાખપુર ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા નયન રમ્ય પ્રવેશ દ્વાર ઉપરાંત જ્ઞાન મંદિર જાહેર પુસ્તકાય ની શરૂઆત કરાશે વિઝન ૨૦૨૪ અંતર્ગત ભાવિ પ્રકલ્પો ની વિસ્તૃત માહિતી થી સર્વ ને અવગત કર્યા હતા સમસ્ત શાખપુર ગામ ની એકતા ના દર્શનીય નજારા વચ્ચે VISION 2024 અને વ્હાલું વતન શાખપુર અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આફરીન કરતું આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું હતું સમસ્ત શાખપુર ગામ માં શિક્ષણ સંગઠન અને સમર્પણ ઉડી ને આંખે વળગે તેવી વેકેશન હોવા છતાં શિક્ષક શ્રી ઓ આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવાર ની હાજરી ઉપરાંત તમામ વિદ્યાર્થી વાલી ની અકડેઠઠ હાજરી જોવા મળી હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.