પંચમહાલના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વતની બે દિવસીય પરિક્રમાનો પ્રારંભ, ગુજરાતભરમાંથી ભાવિકો જોડાયા
હાલોલ,
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકામા આવેલા અને દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામ ખાતે પાવાગઢ પરિક્રમાના નવમા ચરણનો વહેલી સવારે પ્રારંભ કરવામા આવ્યો હતો. પાવાગઢ તળેટી ખાતે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી આ પરિક્રમાને સાધુસંતો અને રાજકીય આગેવાનોના હસ્તે પ્રસ્થાન કરાવામા આવ્યુ હતુ. આ પરિક્રમમાં પંચમહાલ,ખેડા,આણંદ, વડોદરા સહિત અન્ય ગુજરાતના અન્ય જીલ્લાઓમાંથી આવેલા માઈભકતો મોટી સંખ્યામાં જોડાયા હતા.
પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ પર્વતની તળેટી ખાતે આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે વહેલી સવારથી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો.નવમા ચરણની પરિક્રમાનો પ્રારંભ પાવાગઢ પરિક્રમા સમિતીના સંયોજક ડો પરાગભાઈ પંડ્યા સહિત આગેવાનો અને કંજરી રામજી મંદિરના મંહત રામશરણ દાસજી મહારાજ,તાજપુરા નારાયણ ધામના લાલાબાપુ,ધારાસભ્ય અને પુર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, કંજરી સ્ટેટ યુવરાજ મયુરઘ્વજસિંહજી પરમાર સહિત અનેક આગેવાનોએ કરાવ્યો હતો.
પરિક્રમામા જોડાવા માટે ગુજરાતના અનેક જીલ્લાઓમાંથી ભાવિકભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. વહેલી સવારથી કડકડતી ઠંડીમા પણ પાવાગઢ ખાતે આવી પહોચ્યા હતા. આ પરિક્રમાનુ અંતર 44 કિલોમીટર જેટલુ થાય છે.બે દિવસ ચાલનારી આ પરિક્રમામાં પરિક્રમાવાસીઓ પાવાગઢ ડુંગરની ફરતે આવેલા ધાર્મિક સ્થળો ખાતે ફરીને પુર્ણાહુતિ થશે. વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી આ પરિક્રમા યાત્રા ટપલાવાવ હનુમાનજી મંદિર, મહાકાળી અને કાળ ભૈરવદાદાના કોટકાળી મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિરથી તાજપુરા નારાયણ ધામ ખાતે પહોંચ્યા બાદ બીજા દિવસે ધાબા ડુંગરી ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ તેમજ ખૂણેશ્વર મહાદેવના સ્થળો સાથે યાત્રા પુર્ણ થશે.
પાવાગઢ પરિક્રમા સમિતીના સંયોજક પરાગભાઈ પંડ્યાએ જણાવ્યું હતુ કે પાવાગઢની પરિક્રમા વિદેશી આંક્રાતાઓ દ્વારા ભુલાવી દેવામા આવી હતી.પાવાગઢ પરિક્રમા સમિતીના પ્રયાસથી વર્ષો પહેલા નાની પહેલ શરુ કરવામા આવી હતી. આ નવમી પરિક્રમા છે. અવિરત દર વર્ષે ભાવિકોની સંખ્યા વધે છે. જમવાની અને રહેવાની વિસામાની વ્યવસ્થા કરનારાને અભિનંદન પાઠવુ છુ. પરિક્રમા જોડાનારાઓને માતાજીના આશિષ મેળવે તેવી અભ્યર્થના પાઠવુ છુ.આ પરિક્રમાં મોટી ઉમરના વડીલો પણ ઉત્સાહભેર જોડાયા છે.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.