ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ નવી સરકારી શાળા કાર્યરત - At This Time

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ નવી સરકારી શાળા કાર્યરત


ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ નવી સરકારી શાળા કાર્યરત
---------------
મંડોર, ભાચા અને લાટી ગામે વિદ્યાર્થીઓને મળશે સુવિધાસભર શિક્ષણ
---------------
ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડના હસ્તે લાટીની શાળામાં ૨૦ બાળકોને પ્રવેશ અપાયો
---------------
ગીર સોમનાથ, તા.૦૫: શિક્ષક દિવસ નિમિત્તે જિલ્લામાં ત્રણ વેરાવળ તાલુકાનું મંડોર, ઉના તાલુકાનું ભાચા, સુત્રાપાડા તાલુકાના લાટી ગામે નવી ત્રણ સરકારી શાળાઓ શરૂ કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ મંજૂર થયેલી સરકારી માધ્યમિક શાળાનું ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સૂત્રાપાડા તાલુકાના લાટી ગામે શિક્ષક દિન નિમિત્તે નવી સરકારી માધ્યમિક શાળા મંજૂર થતા શ્રી લાટી પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડના હસ્તે નવી સરકારી માધ્યમિક શાળાના ધોરણ ૯ના ૨૦ જેટલા બાળકોએ પ્રવેશ લીધો હતો.

નવી સરકારી શાળા મંજૂર થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ધારાસભ્યશ્રી, ગામના આગેવાનો અને શિક્ષકો દ્વારા ધોરણ ૯ ના વર્ગની રિબિન કાપી વર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
પ્રવેશ મેળવેલા તમામ બાળકોને પુસ્તક અને મીઠાઇ આપી ધારાસભ્ય શ્રી દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ દ્વારા ઉદબોધન આપવામાં આવ્યું હતું અને છેલ્લે આચાર્ય શ્રી વાઢેરભાઇ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ લોકાર્પણ કાર્યક્રમમાં અગ્રણી શ્રી પ્રતાપભાઈ બારડ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સભ્યો, સરકારી શાળાના આચાર્યશ્રી, લાટીના સરપંચ શ્રી નારણભાઈ સોલંકી, ઉપસરપંચ શ્રી વિજયભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.