દામનગર પાલિકા ના સત્તાધીશો ગરીબ પરિવારો થી વિમુખ કેમ ? સરકાર ગરીબો માટે ગમે એટલી મોટી બજેટ જોગવાઈ કરે પણ ગરીબી દેખાડવાની નથી - At This Time

દામનગર પાલિકા ના સત્તાધીશો ગરીબ પરિવારો થી વિમુખ કેમ ? સરકાર ગરીબો માટે ગમે એટલી મોટી બજેટ જોગવાઈ કરે પણ ગરીબી દેખાડવાની નથી


દામનગર પાલિકા ના સત્તાધીશો ગરીબ પરિવારો થી વિમુખ કેમ ?

સરકાર ગરીબો માટે ગમે એટલી મોટી બજેટ જોગવાઈ કરે પણ ગરીબી દેખાડવાની નથી

દામનગર ગુજરાત સરકાર બજેટ માં ગરીબો માટે ભલે ગમે એટલી મોટી જોગવાઈ કરે પણ સ્થાનિક સત્તાધીશો એ ગરીબી દેખાડવી નથી દામનગર શહેર માં વિસ વર્ષ થી BPL સર્વે કરાયો નથી પાલિકા ના ઇનવોર્ડ ટપાલ દફતરે ૬૫૦ થી વધુ ગરીબ પરિવારો ની BPL માં સમાવેશ કરવાની માંગણી પેન્ડિગ છે BPL સર્વે ને દામનગર પાલિકા અને નોડલ એજન્સી જે અસમંજસ હતી તે અંગે નોડલ એજન્સી એ સ્પષ્ટતા કરી કે રૂરલ ગામડા માં BPL સર્વે અમારી કચેરી એ કરવાનો હોય અને શહેરી અર્બન માં પાલિકા એ જાતે સર્વે કરવાનો હોય છે તેમ છતાં પણ વિસ વર્ષ થી પાલિકા ના સત્તાધીશો ને ગરીબો પ્રત્યે હમદર્દી કે સહાનુભૂતિ નથી અનેક નિસહાય નિરાધાર વૃદ્ધ ને પેન્શન મળે કે ગરીબ પરિવારો ને અન્ય સરકારી યોજના ઓના લાભ મેળે તેવા કોઈ પણ આયોજન સ્થાનિક પાલિકા દ્વારા કરાયેલ નથી મોટાભાગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ની મળી હજારો યોજના ઓ ઉપરાંત વિવિધ બોર્ડ કોર્પોરેશન ની યોજના માં લાભાર્થી ઓ માટે ફરજિયાત માપદંડ BPL છે જે ગરબો ના મત મેળવી સ્થાનિક પાલિકા ચૂંટાઈ આવ્યા બાદ એજ ગરીબો પ્રત્યે સત્તાધીશો વિમુખ બની રહ્યા છે દામનગર નગરપાલિકા સત્તાધીશો ની બેદરકારી એ અનેક લાચાર અને જરૂરિયાત મંદ પરિવારો સુધી સરકારી ઓનો લાભ પહોંચતો નથી માત્ર ૧૮૯ જેટલા ગરીબ પરિવારો ની યાદી વર્ષો થી એની એજ લાભાર્થી ચલાવાય છે ત્યારે દામનગર પાલિકા ના સત્તાધીશો ને અનેક સવાલ છે વિસ વર્ષ માં શહેરી ગરીબો ને કેટલા ઘરથાળ પ્લોટ મળ્યા ? કેટલા ગરીબ પરિવારો વૃદ્ધ પેન્શન મળ્યું ? કેટલા ગરીબ પરિવારો ને કુંવરબાઈ નું મામેરું મળ્યું ? કેટલા અનાથ બાળકો ને પાલક માતા પિતા યોજના હેઠળ લાભ મળ્યા ? સંકટ મોચન યોજના હેઠળ કેટલા લાભાર્થી ને સ્ટાઈફન્ડ મળ્યું ?
કંઈ યોજના હેઠળ ક્યાં લાભાર્થી ઓને સરકારી લાભો મળ્યા ? ગુજરાત સરકાર ના બજેટ માં કરાયેલ જોગવાઈ મુજબ દામનગર શહેર માં કોઈ ગરીબ પરિવાર ને સરકારી યોજના નો લાભ મળ્યા હોય તેની તેની જાહેર પ્રસિદ્ધિ કરો પાત્રતા ધરાવતા ગરીબ પરિવારો ને સરકારી યોજના ઓથી લાભવિન્ત કરવા તે સત્તાધીશો ની ફરજ નથી ?

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.