માર્ગ સલામતી માસ- ૨૦૨૫નો શુભારંભ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોલીસ અધિક્ષકની કચેરી બોટાદ ખાતેથી કરાયો - At This Time

માર્ગ સલામતી માસ- ૨૦૨૫નો શુભારંભ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પોલીસ અધિક્ષકની કચેરી બોટાદ ખાતેથી કરાયો


સુરક્ષા અને સલામતી માટે સરકાર દ્વારા દર વર્ષે માર્ગ સલામતી માસનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૫ સુધી માર્ગ સલામતી માસ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે બોટાદ જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયની અધ્યક્ષતામાં જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, બોટાદ ખાતે આર.ટી.ઓ કચેરી-બોટાદ, બોટાદ પોલીસ તથા ટ્રાફિક પોલિસના સહયોગથી માર્ગ સલામતી માસ-૨૦૨૫નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બોટાદ જિલ્લાની શાળાના બાળકોને માર્ગ સલામતી અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ શાળાના બાળકોને એસ.પી. કચેરી ખાતે કાર્યરત નેત્રમ કક્ષની મુલાકાત કરાવવામાં આવી હતી. “પ્રવાહ ઓફ કેર”ની થીમ સાથે માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણી કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.