સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ગ્રાહકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રોકાણ કરાવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા કુલ- ૦૭ આરોપીને પકડી ડબ્બા ટ્રેડીંગનો ગુનો શોધી કાઢતી સાબરકાંઠા એસ.ઓ.જી…….
સાબરકાંઠા જિલ્લાના-:
ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ગ્રાહકોને શેર માર્કેટમાં રોકાણ કરવાની લોભામણી લાલચ આપી રોકાણ કરાવી વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરતા કુલ- ૦૭ આરોપીને પકડી ડબ્બા ટ્રેડીંગનો ગુનો શોધી કાઢતી સાબરકાંઠા એસ.ઓ.જી.......
-----------------------------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-:
એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલનાઓએ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ.
જે સુચના અન્વયે પોલિસ ઇન્સ્પેક્ટર એન.એન.રબારી એસ.ઓ.જી.સાબરકાંઠાનાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફ હિંમતનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.તે દરમ્યાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર નરસિંહભાઈ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ કેશરીસિંહનાઓને સંયુક્ત ખાનગી બાતમી હક્તિ મળેલ કે આગીયોલ ગામની સીમમાં આવેલ ગીરીરાજ હોટલની પાછળના ભાગે આવેલ દ્વારકેશ કોમ્પલેક્ષમાં મકાન નં-૧૬ માં સચિન જશંતજી ઠાકોર તથા તેના મિત્રો રહે છે..
તેઓ શેર માર્કેટમાં રોકાણ કરતા ગ્રાહકોનુ કોન્ટેક નંબરોનુ ગેર કાયદેસર લીસ્ટ મેળવી શેર બજારમાં રોકાણ કરતા ગ્રાહકોને કોલ કરી તેઓને વિશ્વાસમાં લઇ પોતાના મોબાઇલમાં માર્કેટ પલ્સ નામની એપ્લીકશેનમાં શેર બજારની વધઘટ જોઇ લોકોને શેર બજારમાં વધુ નાણા કમાઇ આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારની કોઇપણ રજીસ્ટર્ડ કંપનીમાંથી બોલુ છુ તેવુ જણાવી ખોટી ઓળખ આપી લાયસન્સ વગર શેર બજારની લે-વેચ નો ધંધો કરાવી લોકો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરે છે.તેઓની આ પ્રવૃત્તિ હાલમાં ચાલુ છે..
વિગેર બાતમી હકિક્ત અન્વયે સદરી જગ્યાએ જઇ તપાસ કરતાં ડબ્બા ટ્રેડીંગની ગેર કાયદેસરની પ્રવૃતિ કરનાર આરોપી કુલ-૦૭ મળી આવતાં તેઓની તથા તેમના મકાનની જડતી કરતાં મોબાઇલ નંગ-૧૦ કિ.રૂ.- ૫૭,૦૦૦ તથા લેપટોપ- ૦૧ કિ.રૂ.-૭,૦૦૦/- તથા રોકડા રૂપિયા-૮,૩૬,૬૦૦ તથા ડાયરી કિ.રૂ.-૦૦/૦૦ મળી કુલ રૂપિયા- ૯,૦૩,૬૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી સદરી આરોપીઓ વિરૂધ્ધમાં ગાંભોઇ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સુપરત કરેલ છે..
પકડાયેલ આરોપીઓ જેમાં સચીન જશવંતજી ઠાકોર ઉ.વ.-૨૨ રહે.સરણા,તા.વડનગર,જી.મહેસાણા,કલ્પેશજી સુરેશજી ઠાકોર ઉ.વ-૨૬ રહે. સુલતાનપુર તા. વડનગર જી. મહેસાણા,કલ્પેશજી ઉદાજી ઠાકોર ઉ.વ.-૨૪ રહે. કડા દરવાજા, વિસનગર તા.વિસનગર,જી.મહેસાણા,વિક્રમભાઇ અદુભાઇ ખોખરીયા ઉ.વ.-૨૮ રહે.કુદેડા તા.વડાલી,જી.સાબરકાંઠા,જીનીત જશવંતજી ઠાકોર ઉ.વ.- ૧૮ રહે.વેરાબર,તા.ઇડર,જી.સાબરકાંઠા,વિષ્ણુજી પરબતજી ઠાકોર ઉ.વ.- ૨૫ રહે. મહોર તા.વડાલી જી.સાબરકાંઠા,ભરતજી દિવાનજી ડાભી ઉ.વ.- ૨૪ રહે.રામપુર ફુદેડા તા.વડાલી,જી.સાબરકાંઠા.પકડાયેલ મુદ્દામાલ જેમાં મોબાઇલ નંગ-૧૦ કિ.રૂ.- ૫૭,૦૦૦,લેપટોપ- ૦૧ કિ.રૂ.-૭,૦૦૦,રોકડા રૂપિયા- ૮,૩૬,૬૦૦,ડાયરી નં-૦૧ કિ.રૂ.-૦૦..
પકડવાના બાકી આરોપીઓ જેમાં રાહુલ કુમાર કરશનજી ચૌહાણ રહે. જાલીયા તા. ઇડર જી.સાબરકાંઠા,વિપુલ અમરતજી ચૌહાણ રહે. સુદ્ઘાસણા તા. ઇડર જી. સાબરકાંઠા આરોપીઓની મોડસ ઓપરેન્ડીસ આરોપી નં-૦૧ તથા ૦૨ નાઓ પકડવાના બાકી આરોપી નં- ૦૨ પાસેથી શરે માર્કેટમાં રોકાણ કરતા ગ્રાહકોની વિગતો મેળવી સાથેના આરોપી નં-૩ કે જે વરૂણ શર્મા તરીકેની પોતાની ઓળખ આપી તથા આરોપી નં-૪ કે જે મીત પટેલ તરીકેની પોતાની ખોટી ઓળખ આપી તથા આરોપી નં-૦૫ કે જે અંકિત તરીકેની પોતાની ખોટી ઓળખ આપી તથા આરોપી નં-૬ કે જે રવી પટેલ તરીકેની પોતાની ખોટી ઓળખ આપી કોલ કરી પોતાના જણાવ્યા મુજબ શેર બજારમાં રોકાણ કરવા બાબતે ગ્રાહકોને સમજાવી વધુ નફો મેળવી આપવાનો વિશ્વાસ કેળવી અને જે પણ ગ્રાહક તેમની વાતચિતમાં આવે તેને તેઓ આરોપી નં-૧ નાઓને કોલ ટ્રાન્સફર કરતા અને આ આરોપી વિકાસ ચૌધરી તરીકેની પોતાની ખોટી ઓળખ આપી ગ્રાહકો સાથે વાતચિત કરતો અને આરોપી નં-૦૨ કે જે પોતે સાગરભાઇ તરીકેની પોતાની ખોટી ઓળખ આપી ગ્રાહકોને વિશ્વાસમાં લઇ બે ત્રણ વખત વધુ નફો કરાવી આગળ પકડવાનો બાકી આરોપી નં-૦૨ નાઓને આ ગ્રાહકો સાથે સંપર્ક કરાવતો હતો અને આ પકડવાનો બાકી આરોપી નં-૦૨ નાઓ ગ્રાહકોને વધુ નફો આપવાની લાલચ આપી ગ્રાહકો સાથે ઠગાઇ કરી તેમના પૈસા કોઇ પણ રીતે પકડવાના બાકી આરોપી નં-૦૧ રાહુલ કુમાર કરશનજી ચૌહાણ રહે. જાલીયા તા. ઇડર જી. સાબરકાંઠાવાળો અલગ- અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો જે બાબતે કુલ નફામાંથી પંદર ટકા પોતે રાખતો હતો અને બીજા નાણાં તેમના ખાતામાંથી ઉપાડી પકડવાનો બાકી આરોપી નં-૦૨ નાઓને આપતો અને તે નાણાં પુરી ટીમના માણસો સરખા ભાગે વહેચી લેતા હતા..
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી તથા કર્મચારીઓ જેમાં એસ.જે. ગોસ્વામી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.,આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ ભાવેશકુમાર રામજીભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ નિકુંજકુમાર નરસિંહભાઇ,જયરાજસિંહ કેશરીસિંહ,રોહિત કુમાર બાબુભાઇ,ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઇ જેઠાભાઇ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.