રાજકોટ સ્કુલ વાન ચાલકોની હડતાલ શરૂ: હજારો વાલીઓ પરેશાન - At This Time

રાજકોટ સ્કુલ વાન ચાલકોની હડતાલ શરૂ: હજારો વાલીઓ પરેશાન


રાજયભરમાં સ્કુલ વર્ધી વાહન ચાલકોની આજથી શરૂ થયેલી હડતાલમાં રાજકોટ શહેરના અંદાજે 3000 જેટલા સ્કુલ વર્ધી વાહન ચાલકો એસો.નાં રાજય વ્યાપી હડતાલમાં જોડાતા આજે વહેલી સવારથી જ વાલીઓને નાછુટકે પોતાના સંતાનોને સ્કુલે લેવા-મુકવા જવાની ફરજ પડતા મુશ્કેલીમાં મુકાયા હતા.
સ્કુલ વાન ટેકસી/મેકસી પાસીંગ કરાવવા સ્કુલ વાન ચાલકો આરટીઓ નિયમો પાળવા તૈયાર છે પરંતુ પુરતો સમય આપ્યા વિના આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા સ્કુલ વાનોને ડીટેઈન કરવા સાથે મેમો પકડાવતા તેના વિરોધમાં સ્કુલ વર્ધી વાહન ચાલકોએ આજથી હડતાલ ઉપર ઉતરી ગયા છે.
રાજકોટ સ્કુલ વાન એસો. પ્રમુખ બહાદુરસિંહ ગોહિલની આગેવાનીમાં વહેલી સવારે યુનિ.રોડ શહીદ ભગતસિંહ ગાર્ડનમાં સ્કુલ વાન ચાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લડી લેવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રાજયના અનેક મહાનગરો-શહેરોની સાથે રાજકોટમાં સ્કુલ વર્ધી વાન ચાલકોની અચોકકસ મુદતની હડતાલનો પ્રારંભ થયો છે.
(તસ્વીર: દેવેન અમરેલીયા)


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.