ડભોઇ નગરની સંગીત ક્ષેત્રે પ્રસિદ્ધ આદર્શ કલા નિકેતન – સંગીત શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી
રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ
મનુષ્ય માત્ર જ નહીં પરંતુ આ વિશ્વ ઉપર શ્વાસ લઈને જીવતા તમામ પ્રકારના જીવોના જીવનમાં ગુરુનું સ્થાન અને મહત્વ ખુબજ અદ્વિતીય છે. એટલું જ નહીં પરંતુ ગુરુ બિન જ્ઞાન નહીં, ગુણ સાગરની વાસ્તવિકતાને હંમેશા નજર સમક્ષ રાખીને સુખેથી જીવન જીવી શકાય છે.
આપણા શાસ્ત્રો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, માતા-પિતા જન્મ આપે છે. શિક્ષક શિક્ષણ આપે છે અને ગુરુ હંમેશા વિઘ્ન રહીત જીવન જીવવા માટેના આદર્શ સંસ્કારોનું સિંચન કરે છે. જેના દ્વારા સર્વ જીવંત તત્વો પોત - પોતાની જિંદગી સુખ શાંતિથી જીવી શકે છે
' ગુરુ બ્રહ્મા.... ગુરુ વિષ્ણુ.... ગુરુ દેવો મહેશ્વર.... ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ... તસ્મૈ શ્રી ગુરૂદેવ નમઃ 'ની ભાવનાઓને વ્યક્ત કરીને ગુરૂ પૂજન કરી ગુરુની કૃપા પામવાનું મહાપર્વ એટલે ગુરુ પૂર્ણિમા આ શુભ દિવસે ડભોઇ નગરમાં ભારત ટોકીઝ પાસે આવેલ આદર્શ કલા નિકેતન - સંગીત શાળા ભવનમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓએ મા સરસ્વતીનું પૂજન - અર્ચન કરી, પોતાને અભ્યાસ કરાવતા શિક્ષકોનું પૂજન કરી ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી પ્રતિ વર્ષની જેમ કરવામાં આવી હતી. ડભોઇ નગરની અંદર ૭૦ વર્ષ ઉપરાંતથી આ સંસ્થાનાં પાયાનાં શિક્ષકો - ગુરૂજનો સ્વર્ગસ્થ સુંદરલાલ સાહેબ, અમૃતલાલ સાહેબ, ઇન્દ્રવદન સાહેબ, જગદીશભાઈ સાહેબ જેવા ગુરુઓના આશીર્વાદથી આ સંગીત વિદ્યાલય આજે પણ ધમધમતી જોવા મળી રહી છે.
સંગીત વિદ્યાલયના પ્રમુખ અતુલભાઇ ગાંધી, ઉપ-પ્રમુખ રત્નેશભાઇ શાહ, મંત્રી દિનેશભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી, તેમજઆચાર્ય જયેશભાઈ શાહ, શિક્ષક ગણ હરેશભાઈ શુક્લા, વાસુદેવભાઈ ચોકસી, રોશનીબેન, વૈષ્ણવી શુક્લ જેવા શિક્ષકોના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ દ્વારા સંગીત વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને આ સમગ્ર કાર્યક્રમમાં સંગીતની મહેફિલ જમાવી હતી.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.